68 વર્ષના હેવાને 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું

- બાળકીને રમાડવાના બહાને હેવાને આચર્યું કૃત્ય
- બાળકીને લોહીલુહાણ કરી નાખી, હાલ સારવાર હેઠળ
- આ પછી પોલીસે ફૂવાને દબોચ્યો અને તપાસ હાથ ધરી
માસુમ બાળકો પર અત્યાચારની ઘટના અટકવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર પરિવારના સભ્ય એ જ માસુમને પોતાનો શિકાર બનાવ્યો છે. અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં એક બનેલી એક ધૃણાસ્પદ ઘટનાએ સમાજને હચમચાવી મૂક્યો છે, જેમાં ફૂવા સગા ભત્રીજાની માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી લોહીલુહાણ કરી નાખી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારના એક ગામમાં ખેતીકામ કરતો યુવાન તેની પત્ની, સાડા ત્રણ વર્ષની બાળકી પોતાના માતા-પિતા સાથે ખેતરમાં બનાવેલા મકાનમાં રહે છે. આ યુવાનનો મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સુતારીયા ગામમાં રહેતો 68 વર્ષીય વૃદ્ધ ફુવો શનિવારે સવારથી આ પરિવારના ઘરે ખબર-અંતર પુછવાના બહાને એકલો આવેલો હતો. રસોડામાં બાળકી રમતી હતી ત્યારે રમાડવાના બહાને ખેતરમાં લઈ ગયા અને કૃત્ય આચર્યું હતું. હાલ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જ્યારે નરાધમ ફુવાને પોલીસે દબોચી લીધો છે.
યુવાનની સાડા ત્રણ વર્ષની માસુમ બાળકી ત્યાં જ હાજર હતી. મહેમાન બનીને આવેલા ફુવાએ સાંજના લગભગ 7.30 વાગ્યાની આસપાસ રસોડામાં રમતી બાળકીને રમાડવાના બહાને ખેતરમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં જઇને તેણે બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમની હેવાનિયતથી બાળા લોહીલુહાણ થઇ ગઇ હતી.
બરાબર આ જ સમયે ત્યાંથી પસાર થતી ગામની અન્ય એક વ્યક્તિ નરાધમને આ કૃત્ય કરતાં જોઇ ગઇ હતી અને તેણે હોબાળો મચાવી દીધો હતો. આથી આરોપી ત્યાંથી ભાગ્યો હતો. પરિવારને ઘટનાની ખબર પડતાં તાત્કાલિક સાઠંબા પોલીસને જાણ કરાઇ હતી. મોડી રાત્રે માસુમ બાળાને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ સાઠંબા પોલીસે આરોપી 68 વર્ષના ફતેસિંહ રાયસિંગભાઇ ઝાલાને દબોચી લીધો હતો.












