ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

8 કિલો સોનું અને 14 કરોડ રોકડ! મુંબઈમાં IT વિભાગને 170 કરોડની બિનહિસાબી મિલકત મળી

  • નાંદેડમાં 72 કલાક સુધી ચાલી IT વિભાગની મોટી કાર્યવાહી

મુંબઈ, 15 મે: મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે(Income tax department) એક સાથે અનેક જગ્યાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં IT વિભાગની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ (Adinath Multi State Cooperative Bank and Bhandari Finance ) પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી આવી હતી, અધિકારીઓને આ રોકડની ગણતરી કરવામાં જ લગભગ 14 કલાકનો સમય લાગ્યો હતો. 72 કલાક સુધી ચાલેલા આ દરોડામાં 8 કિલો સોનું, 14 કરોડની રોકડ સહિત કુલ 170 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. શુક્રવારે, 10 મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.

લગભગ 100 અધિકારીઓની ટીમ 25 વાહનોમાં નાંદેડ પહોંચી હતી. ટીમે અલીભાઈ ટાવરમાં આવેલી ભંડારી ફાયનાન્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ, કોઠારી કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ, કોકાટે કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ ઓફિસ અને આદિનાથ અર્બન મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત પારસનગર, મહાવીર સોસાયટી, ફરાંદે નગર અને કાબરા નગરમાં આવેલા આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગની નાંદેડની પ્રથમ મોટી કાર્યવાહી 

આવકવેરા વિભાગે નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. 72 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગે રૂ. 170 કરોડની બિનહિસાબી સંપત્તિ રિકવર કરી છે. વિભાગને 8 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ જુઓ: રાજસ્થાનના ઝુંઝુનુમાં HCL ખીણમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટવાથી 14 અધિકારીઓ અંદર ફસાયા

Back to top button