બોલિવૂડની આ 7 રોમેન્ટિક થ્રિલર ફિલ્મો ભૂલથી પણ પરિવાર સાથે ન જોતા ; બોલ્ડ સીન્સની સાથે વાર્તામાં પણ છે દમદાર ટ્વિસ્ટ

Best Bollywood Romantic Thrillers: મનોરંજન જગતમાં રોમેન્ટિક થ્રિલર શૈલી હંમેશા લોકપ્રિય રહી છે. જો તમે પણ આવી ફિલ્મો જોવાના શોખીન હોવ, તો અહીં 7 શ્રેષ્ઠ ફિલ્મોની યાદી આપવામાં આવી છે જે તમે ઓનલાઈન માણી શકો છો:
1. મર્ડર (2004)
અનુરાગ બસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘મર્ડર’ સીરીઝનો પ્રથમ ભાગ છે. અમેરિકન ફિલ્મ ‘અનફેથફુલ’ પર આધારિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, મલ્લિકા શેરાવત અને અશ્મિત પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ તમે યૂટ્યુબ પર નિઃશુલ્ક જોઈ શકો છો.
2. ઝિદ (2014)
વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કરણવીર શર્મા, મન્નારા ચોપરા અને શ્રદ્ધા દાસ જોવા મળે છે. આ ફિલ્મ પણ દમદાર વાર્તા અને બોલ્ડ સીન્સ માટે જાણીતી છે, જે યૂટ્યુબ પર ઉપલબ્ધ છે.
3. વન નાઈટ સ્ટેન્ડ (2016)
આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં સની લિયોન અને તનુજ વિરવાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન જૈસ્મીન ડિસૂઝાએ કર્યું છે અને તે યૂટ્યુબ પર ફ્રીમાં જોઈ શકાય છે.
4. નશા (2013)
પૂનમ પાંડે અને શિવમ પાટીલની આ ડેબ્યૂ ફિલ્મ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે ખૂબ જ વિવાદમાં રહી હતી. આ થ્રિલર ફિલ્મ અમિત સક્સેના દ્વારા નિર્દેશિત છે અને તે યૂટ્યુબ પર ભાડે (Rent) જોઈ શકાય છે.
5. બીએ પાસ (2012)
અજય બહલ દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક થ્રિલરમાં શિલ્પા શુક્લા અને શાદાબ કમાલ મુખ્ય ભૂમિકામાં છે. આ પુરસ્કાર વિજેતા ફિલ્મ યૂટ્યુબ પર મફતમાં ઉપલબ્ધ છે.
6. જિસ્મ (2003)
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુની આ સુપરહિટ ફિલ્મ મહેશ ભટ્ટે લખી છે. આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ તમે Zee5 પ્લેટફોર્મ પર જોઈ શકો છો.
7. અક્સર (2006)
અનંત મહાદેવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, ડીનો મોરિયા અને ઉદિતા ગોસ્વામીએ અભિનય કર્યો છે. આ એક રોમેન્ટિક થ્રિલર છે જે યૂટ્યુબ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ CSK vs MI: કોણ છે 33 વર્ષીય રઘુ શર્મા? જેણે મુંબઈ માટે કર્યું IPL ડેબ્યૂ
આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોર પર ટિપ્પણી બાદ વિવાદ વકર્યો, ગુજરાત ભાજપ અધ્યક્ષ પર કેમ ભડક્યા રાહુલ ગાંધી?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












