‘તારી સાથે કંઇક ખરાબ…’ લેટેન્ટ શો બંધ થવાથી એદ દિવસ પહેલાં જ કપિલ શર્માએ કર્યો હતો સમય રૈનાને કૉલ

The Great Indian Kapil Sharma Show: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’માં આ અઠવાડિયે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાએ હાજરી આપી હતી. શોમાં પહોંચતા જ કપિલ શર્માએ મજાકિયા અંદાજમાં પૂછ્યું કે, “તમે પહેલા શું લેશો- ચા, કોફી કે એન્ટિસિપેટરી બેલ (આગોતરા જામીન)?”. આ દરમિયાન સમય રૈનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેનો શો ‘લેટેન્ટ’ બંધ થયો તેના એક દિવસ પહેલા જ કપિલે તેને ફોન કર્યો હતો.
કપિલ શર્માની સલાહ અને અનુભવ
રણવીર અલ્હાબાદિયાએ જ્યારે કપિલને પૂછ્યું કે શું તે ‘લેટેન્ટ’ જોતા હતા? ત્યારે કપિલે સ્વીકાર્યું કે તે શો જોતા પણ હતા અને સમય સાથે વાત પણ કરી હતી. કપિલે સમયને મજાકમાં પૂછ્યું હતું કે, “તમારા પર હજુ સુધી કોઈ કેસ કેમ નથી થયો?”. સમય રૈનાએ જણાવ્યું કે, “લેટેન્ટ બંધ થવાના એક દિવસ પહેલા જ કપિલ ભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તારી સાથે કંઈક ખરાબ થવાનું છે”.
કપિલે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે કોઈ અંતર્યામી નથી પણ પોતાના અનુભવો પરથી તેને સાવધ કરી રહ્યો હતો. કપિલે ઉમેર્યું કે, “તમે કંઈ પણ બોલીને ફેમસ તો થઈ શકો છો, પણ ફેમસ થયા પછી તમે ગમે તે બોલી શકતા નથી. તમે નજરમાં આવી ગયા છો એટલે થોડું સંભાળીને ચાલવું જોઈએ”.
વકીલને કર્યો હતો પહેલો ફોન
જ્યારે કપિલે પૂછ્યું કે વિવાદ થયા પછી સૌથી પહેલા કોને ફોન કર્યો હતો? ત્યારે સમય રૈનાએ હસતા હસતા જવાબ આપ્યો કે તેણે સૌથી પહેલા તેના વકીલને જ ફોન કર્યો હતો. આ શોમાં સમયની સાથે બલરાજ ઘઈ પણ હાજર રહ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુએ જ્યારે બલરાજને પૂછ્યું કે તેમનું ‘હેબિટેટ કોમેડી સેન્ટર’ કેટલી વાર તોડવામાં આવ્યું છે? ત્યારે બલરાજે જણાવ્યું કે ત્રણ વાર અને હજુ પણ દર અઠવાડિયે વેન્યુ તોડવાના ફોન આવે છે.
સમય રૈનાએ કપિલ શર્મા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરતા કહ્યું કે, તે હંમેશાથી કપિલ, અર્ચના પૂરન સિંહ અને સિદ્ધુ સાહબ સાથે ટીવી પર આવવા માંગતો હતો. જોકે, તેણે મજાક કરતા ઉમેર્યું કે, “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ બધા લોકો એક દિવસ ટીવી છોડીને OTT પર આવી જશે”.
આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોર પર ટિપ્પણી બાદ વિવાદ વકર્યો, ગુજરાત ભાજપ અધ્યક્ષ પર કેમ ભડક્યા રાહુલ ગાંધી?
આ પણ વાંચોઃ હેટ્રિકથી લઈને વર્લ્ડ કપ સુધી… કોણ છે ભારતીય ક્રિકેટની નવી ‘સ્પીડ ગન’?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












