ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

પાંચમી ટેસ્ટઃ ગૌતમ ગંભીરનો ભાવુક મેસેજ, ટીમને આપ્યો જીતનો મંત્ર, જુઓ વીડિયો

ઓવલ, તા. 31 જુલાઈ, 2025: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ કેનિંગ્ટન ઓવલ શરૂ થઈ ગઈ છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. ભારતીય ટીમમાં ચાર બદલાવ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને, બુમરાહના સ્થાને આકાશ દીપને, શાર્દુલની જગ્યાએ કરુણ નાયરને અને અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને સામેલ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ટીમમાં કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાને લીધે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ઓલી પોપ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. હાલ યજમાન ઇંગ્લેન્ડ હાલમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમ પાસે આ છેલ્લી ટેસ્ટ જીતીને સીરીઝ 2-2થી બરાબર કરવાની એક અંતિમ તક છે.

આ મહત્ત્વપૂર્ણ મુકાબલા પહેલાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક દમદાર ‘બિહાઈન્ડ ધ સીન’ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક અત્યંત ભાવુક પળ જોવા મળે છે, જ્યાં ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓને એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.

ગંભીરે ભાવુક થઈને કહ્યું, દોસ્તો, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રવાસને જોવાની બે રીત છે.” તેમણે આગળ ઉમેર્યું, “એક તો એ કે આપણે આપણા ત્રણ સૌથી અનુભવી ખેલાડીઓ વિના છીએ, અથવા તો આપણને દેશ માટે કંઈક ખાસ કરવાનો આ અદ્ભુત અવસર મળ્યો છે, કારણ કે આનાથી મોટું કોઈ સન્માન નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા ત્રણ દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ આ ભારતની પ્રથમ સીરીઝ છે, જે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત સૂચવે છે. આ દિગ્ગજોની ગેરહાજરી છતાં, ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર સ્પર્ધા કરવા માટે અદમ્ય ધૈર્ય, લચક અને જીતવાની જબરદસ્ત ભૂખ દર્શાવી છે.

વીડિયોમાં ભારતીય ખેલાડીઓને નેટ્સમાં સખત મહેનત કરતા બતાવવામાં આવ્યા છે, જ્યાં તેમનો દરેક શોટ અને દરેક બોલ તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સઘન તાલીમ સત્રોથી માંડીને શાંત ચિંતનના પળો સુધી, આ દ્રશ્યો એક એવી ટીમનો સાર રજૂ કરે છે જે પોતાની છાપ છોડવા માટે દ્રઢ નિશ્ચયી છે.

આ વીડિયોમાં સીરીઝની શરૂઆતની ભારતની ગૌરવશાળી પળોની ઝલક પણ છે, જેમાં બર્મિંગહામમાં મળેલી યાદગાર જીત જેણે બાજી પલટી દીધી, અને માન્ચેસ્ટરમાં ઉત્સાહપૂર્ણ ડ્રો જેણે આશાઓ જીવંત રાખી. વીડિયોનો અંત શુભમન ગિલના એક ઊંચા શોટ સાથે થાય છે, જે ટીમની આક્રમક માનસિકતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ પાંચમી ટેસ્ટમાં હવામાને બંને ટીમોની ચિંતા વધારી, જાણો પાંચેય દિવસ કેવું રહેશે તાપમાન

Back to top button