ગુજરાતટ્રેન્ડિંગ

દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ રદ્દ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકોમાં ભારે રોષ પણ દેખાઈ રહ્યો છે. નવા DGCA સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં છે. દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ, 12 ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-સભ્યોનાં કામ સંબંધિત તમામ એરલાઇન્સ માટે સલામતી નિયમોમાં સુધારો કર્યો છે. આનાથી ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 300થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

Back to top button