ગુજરાતટોપ ન્યૂઝ

બેવડી ઋતુએ ચિંતા વધારી ! ગુજરાતમાં કોરોના 241 કેસ નોંધાયા

Text To Speech

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જ્યારે 129 દર્દીઓ સાજા થયાં છે. તે સાથે કોરોનાને માત આપનારા કુલ દર્દીઓની સંખ્યા 12,67,419 થઈ ગઈ છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોરપેશનમાં નોંધાયા છે. જો કે રાજ્યમાં બેવડી ઋતુના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. માટે સાવચેતી રાખવી જરુરી છે.

આ પણ વાંચો :  હર્ષ સંઘવી : નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ

 

 

ક્યાં જિલ્લામાં કેટલા કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદ કોરપોરેન 79, મોરબી જિલ્લામાં 23. વડોદરા જિલ્લામાં 34, સુરત જિલ્લામાં 25, રાજકોટ જિલ્લામાં 28, ગાંધીનગર કોરપોરેશન અને કચ્છ જિલ્લામાં 5, આણંદ, વલસાડ જિલ્લામાં 4, અમરેલી, ભરુચ અને પાટણ જિલ્લામાં 3, મહેસાણામાં 9, અરવલ્લી, બનાસકાંઠા અને ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક-એકે કેસ નોંધાયા છે.

કોરોના વાઈરસ - Humdekhengenews

રાજ્યમાં કુલ 11291 એક્ટિવ કેસ

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે. 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1285 દર્દીઓની હાલત સ્થિર છે. 12,67,419 લોકો કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવા સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી !

736 લોકોનું રસીકરણ કરાયું 

ગઈકાલ સાંજના 5 વાગ્યાથી લઈને આજ સાંજના 5 વાગ્યા સુધીમાં લગભગ 736 લોકોએ રસી લીધી છે. જેની સાથે કુલ રસીકરણની સંખ્યા 12,80,98,242 થઈ છે.

Back to top button