ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં કોરોનાના નવા 169 કેસ, જાણો કયા વિસ્તારમાં વધુ દર્દીઓ નોંધાયા

  • શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧૨૬૦ કેસ નોંધાયા
  • મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના ૯૯ એકટિવ કેસ
  • ૩૯૯ દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે

બુધવારે અમદાવાદમાં કોરોનાના નવા ૧૬૯ કેસ નોંધાયા હતા. ૭૧ દર્દી સાજા થતા તેમને ડીસ્ચાર્જ અપાયો હતો. મંગળવારની તુલનામાં કોરોનાના દૈનિક કેસમાં છ કેસનો ઘટાડો થયો હતો. જેમાં બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમા કોરોનાના સૌથી વધુ ૨૬૫ એકટિવ કેસ સાથે શહેરમાં કુલ ૮૫૯ એકિટવ કેસ છે. મોટાભાગના દર્દી હોમઆઈસોલેશનમાં છે.

શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧૨૬૦ કેસ નોંધાયા

શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧૨૬૦ કેસ નોંધાયા છે. ૩૯૯ દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. બે દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. પાલડી,વાસણા, નવરંગપુરા,સાબરમતી અને વાડજ સહિતના અન્ય વિસ્તારમાં કોરોનાના ૨૪૩ એકિટવ કેસ છે. જોધપુર, બોપલ, સરખેજ અને મકતમપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના ૧૫૨ એકટિવ કેસ છે.

મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના ૯૯ એકટિવ કેસ

મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના ૯૯ એકટિવ કેસ છે. અમરાઈવાડી,ગોમતીપુર, નિકોલ સહિતના વિસ્તારોમાં કોરોનાના ૪૮ કેસ નોંધાયેલા છે. નરોડા,કુબેરનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના ૨૮ કેસ જયારે ખાડીયા, જમાલપુર, શાહપુર અને દરિયાપુર સહિતના વિસ્તારોમાં કોરોનાના ૨૪ એકટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: જામનગરમાં 1 લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો, PSI અને રાઈટર ભાગી ગયા

Back to top button