ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

21 સપ્ટેમ્બરથી ચાલશે ફેસ્ટિવલ સ્પેશિયલ 150 ટ્રેનો, ગુજરાતથી વતન જનારા આનંદો!

  • વેસ્ટર્ન રેલ્વે પણ આ તહેવારોની સીઝનમાં 24 ખાસ ટ્રેનો પણ ચલાવી રહ્યું છે, જે મુંબઈ, સુરત અને વડોદરાથી મુસાફરોને લઈ જશે

HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય રેલ્વેએ દિવાળી પહેલા ઘણી ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે, જેનાથી તહેવારના સમયે ઘરે જવાનું લોકો માટે સરળ બનશે. ગુજરાતથી વતન જવા ઈચ્છતા લોકોને પણ તેનો સારો એવો લાભ મળવા જઈ રહ્યો છે. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન 150 પૂજા સ્પેશિયલ festival special trains ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો કુલ 2,024 ફેરા મારશે. આમાંથી, સૌથી વધુ 48 ટ્રેનો દક્ષિણ મધ્ય રેલ્વે દ્વારા ચલાવવામાં આવશે અને 684 ટ્રિપ કરાશે. બિહાર રૂટ પર ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે 14 ટ્રેનો દોડાવશે, જે 588 ટ્રિપ કરશે. દક્ષિણ મધ્ય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી ખાસ ટ્રેનો હૈદરાબાદ, સિકંદરાબાદ અને વિજયવાડા જેવા સ્થળોના લોકોને સુવિધાઓ પૂરી પાડશે. તે જ સમયે પૂર્વ મધ્ય રેલ્વેની ટ્રેનો પટણા, ગયા, દરભંગા, મુઝફ્ફરપુરના લોકોને સુવિધાઓ પૂરી પાડશે. પશ્વિમ રેલ્વે વધારાની 24 ટ્રેનો દોડાવશે, જેમાં મુંબઈ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો?

  • દક્ષિણ મધ્ય રેલ્વે – 48 ટ્રેનો (હૈદરાબાદ, સિકંદરાબાદ અને વિજયવાડા રૂટ)
  • પૂર્વ મધ્ય રેલવે- 14 ટ્રેનો (પટના, ગયા, દરભંગા, મુઝફ્ફરપુર રૂટ)
  • વેસ્ટર્ન રેલ્વે – 24 ટ્રેનો (કોલકાતા, સિયાલદાહ, હાવડા રૂટ)
  • પશ્ચિમ રેલ્વે – 24 ટ્રેનો (મુંબઈ, સુરત અને વડોદરા રૂટ)
  • દક્ષિણ રેલ્વે- (ચેન્નઈ, કોઈમ્બતુર અને મદુરાઈ રૂટ)

સુરતથી કોલકાતા સુધી કેટલી ટ્રેનો દોડશે?

ઈસ્ટર્ન રેલ્વે 24 સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનો કુલ 198 ટ્રીપ મારશે. તે કોલકાતા, સિયાલદાહ, હાવડાના લોકોને સુવિધા પૂરી પાડશે. વેસ્ટર્ન રેલ્વે પણ આ તહેવારોની સીઝનમાં 24 ખાસ ટ્રેનો પણ ચલાવી રહ્યું છે, જે મુંબઈ, સુરત અને વડોદરાથી મુસાફરોને લઈ જશે. દક્ષિણ રેલ્વેએ ચેન્નાઈ, કોઈમ્બતુર અને મદુરાઈ જેવા રેલ્વે સ્ટેશનોથી 10 ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો કુલ 66 ટ્રીપ કરશે. ભુવનેશ્વર, પુરી અને સંબલપુર (પૂર્વ કોસ્ટ રેલ્વે), રાંચી, ટાટાનગર (દક્ષિણ પૂર્વીય રેલ્વે), પ્રયાગરાજ, કાનપુર (ઉત્તર મધ્ય રેલ્વે), બિલાસપુર, રાયપુર, ભોપાલ અને કોટા જેવા શહેરોમાંથી પણ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.

હજુ વધુ ટ્રેનો પૂરી પાડવામાં આવશેઃ રેલ્વે

ભારતીય રેલ્વેએ અગાઉ તહેવારો નિમિત્તે 12 હજાર ખાસ ટ્રેનો ચલાવી હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ ઘણી વધુ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. ભારતીય રેલ્વેએ કહ્યું છે કે આગામી દિવસોમાં ઘણા અન્ય સ્ટેશનો પરથી ખાસ ટ્રેનોના સંચાલનની જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને પૂર્વ મધ્ય રૂટ પર મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ઘણી અન્ય ટ્રેનો શરૂ કરી શકાય છે.

આ પણ વાંચોઃ સમંદર ચાચા ઉર્ફે Human GPS એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ આતંકીઓની ઘૂસણખોરી કરાવી હતી

Back to top button