ઝૂબિન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી શ્રદ્ધાંજલિ અપાઈ, જુઓ વીડિયો

- ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારની વિધિ તેમની નાની બહેન પાલ્મી બોરઠાકુરે કરી હતી
HD ન્યુઝ ડેસ્ક, 23 સપ્ટેમ્બર, 2025: બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગ આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે. ગુવાહાટી નજીક સોનાપુરના કમરકુચીમાં પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ગર્ગની અંતિમ વિધિ હાથ ધરાઈ હતી. અંતિમ સંસ્કાર દરમિયાન તેમનું ફેવરિટ સોંગ વગાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. કમરકુચી સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની વિધિ તેમની નાની બહેન પાલ્મી બોરઠાકુરે કરી હતી.
#WATCH | Kamrup, Assam | Assamese Singer Zubeen Garg was cremated in Kamarkuchi NC village with state honours
CM Himanta Biswa Sarma is also present
(Source: DIPR) pic.twitter.com/XaYwOWtQQ8
— ANI (@ANI) September 23, 2025
પત્ની ચોધાર આંસુએ રડી
52 વર્ષીય ઝુબિનના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની પત્ની ગરીમા સૈકિયા ગર્ગ ચોધાર આંસુએ રડી હતી. ચાહકોએ પણ ભીની આંખ સાથે વિદાય આપી હતી. સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ દરમિયાન ઝુબિન ગર્ગનું મોત થયુ હતું. ઝુબીનનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે રવિવારેના રોજ સિંગાપોરથી ગુવાહાટી લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ગુવાહાટી સહિત સમગ્ર આસામમાં શોકની લાગણી છવાઈ હતી.
#WATCH | Kamrup, Assam | Assamese Singer Zubeen Garg’s wife, Garima Saikia Garg, breaks down during the cremation rituals of her husband, Zubeen Garg, at a crematorium in Kamarkuchi NC village
(Source: DIPR) pic.twitter.com/SIZmuuYtQj
— ANI (@ANI) September 23, 2025
તોપની સલામી અપાઈ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ સ્મશાનઘાટ પહોંચ્યા હતા. ઝૂબિનને તોપની સલામી આપવામાં આવી હતી. ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઝુબિનનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પહેલાં સિંગાપોરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કેટરિના કૈફે પ્રેગનન્સીની જાહેરાત કરીઃ પતિ વિક્કી કૌશલ સાથે ફોટો શેર કરીને કહ્યું કે…












