ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કરોડોની કમાણી પર પણ ઝીરો ટેક્સ! ભારતનું આ રાજ્ય આવકવેરાની પક્કડથી બહાર

નવી દિલ્હી, 25 ઓગસ્ટ, 2025: દેશમાં જ્યારે પણ કર ચોરીની વાત આવે ત્યારે આવક વેરા વિભાગ કડક પગલાં લે છે, પરંતુ ભારતનું એક એવુ પણ રાજ્ય છે જ્યાં નાગરિક કરોડની કમાણી કરવા છતાં પણ બિલકૂલ કર નથી. આ રાજ્ય. છે સિક્કીમ, જ્યાં મૂળ નિવાસી આવકવેરા વિભાગની પક્કડથી બહાર છે.

શા માટે સિક્કીમવાસીઓ કર નથી આપતા

સિક્કમી 1975માં ભારતનો હિસ્સો બન્યુ હતું. તે સમયે બંધારણની કલમ 371 (F) હેઠલ રાજ્યને વિશેષ અધિકારી આપવામાં આવ્યા હતા. આ અધિકારી હેઠળ સિક્કીમના નાગરિકોને આવકવેરામાંથી પૂરી છૂટ મળી હતી. આ જ કારણ છે કે ચાહે કોઇ વ્યવસાયી કરોડો રૂપિયાની કમાણી કરતો હોય કે કોઇ સામાન્ય નાગરિક લાખો રૂપિાય કમાતો હોય, તેમને કેન્દ્રિય આવકવેરો ભરવાની જરૂર નથી. હકીકતમાં સિક્કીમમાં આજે પણ કર વ્યવસ્થા ભારતના કાયદાથી અલગ છે. તેથી કેન્દ્રિય આવક કાયદો અહીં લાગુ થતો નથી અને આવક વેરા વિભાગ ઇચ્છે તો પણ સિક્કીમી નાગરિક પાસેથ કર વસૂલી શકતો નથી.

કોને મળે છે આ છૂટ?

આ મુક્તિ દરેક નાગરિકને આપવામાં આવે છે જેમની પાસે સિક્કિમીઝ સબ્જેક્ટ સર્ટિફિકેટ (SSC) અને સિક્કિમીઝ રેસિડેન્સ સર્ટિફિકેટ છે. એટલે કે, જેઓ 26 એપ્રિલ 1975 પહેલા સિક્કિમના નાગરિક હતા અને તેમના વંશજો છે તેઓ આ મુક્તિનો લાભ લઈ શકતા નથી. પરંતુ જે લોકો પછીથી અહીં સ્થાયી થયા છે અથવા બહારના રાજ્યોમાંથી આવ્યા છે તેઓ આ મુક્તિનો લાભ લઈ શકતા નથી.

કરોડોની કમાણી પર પણ કોઈ કર નથી

આજે સિક્કિમ પર્યટન, હોટેલ વ્યવસાય, ફૂલ ઉદ્યોગ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે જાણીતું છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગપતિઓ દર વર્ષે કરોડોની કમાણી કરે છે. આમ છતાં, ન તો કેન્દ્ર સરકાર તેમની કમાણી પર કર લાદી શકે છે અને ન તો આવકવેરા વિભાગ કોઈ નોટિસ મોકલી શકે છે. સિક્કિમ ભારતનું એક અનોખું રાજ્ય છે જ્યાં કરમુક્ત કમાણી શક્ય છે. બંધારણે અહીંના નાગરિકોને આ ખાસ અધિકાર આપ્યો છે, અને આ જ કારણ છે કે આવકવેરા વિભાગ પણ તેમની સામે લાચાર છે.

આ પણ વાંચોઃ હવે BOIએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ખાતાને ફ્રોડવાળું ખાતુ ગણાવ્યું

Back to top button