ભારત સરકારનો મોટો નિર્ણય! 8,000થી વધુ ‘X’ એકાઉન્ટ બ્લોક, ઇમરાન ખાન સહિત બીજા કોના પર સપાટો

નવી દિલ્હી 9 મે, 2025: X Account Ban India સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે મામલો ભારત સરકારના આદેશ સાથે સંબંધિત છે, જેમાં X ને ભારતમાં 8,000થી વધુ એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું છે. કંપનીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ કહ્યું છે કે તે આદેશનું પાલન કરશે જેથી અ પ્લેટફોર્મ ભારતમાં કાર્યરત રહી શકે. X ની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ એકાઉન્ટ્સમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનો અને કેટલાક મોટા જાહેર વ્યક્તિઓના એકાઉન્ટ્સ પણ શામેલ છે.
કંપનીનું કહેવું છે કે મોટાભાગના કિસ્સાઓમાં એ જાહેર કરવામાં આવ્યું ન હતું કે કઈ પોસ્ટ કે સામગ્રી ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. ઘણા એકાઉન્ટ સામે કોઈ પુરાવા કે કારણ આપવામાં આવ્યા ન હતા.
સરકારના આ આદેશો સાથે સહમત નથી: X
X એ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ સરકારના આ આદેશો સાથે સહમત નથી. કંપની માને છે કે આખા એકાઉન્ટને બ્લોક કરવું એ માત્ર અતિશય કડક નથી, પરંતુ ભવિષ્યમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને પણ અવરોધે છે. આવી સ્થિતિમાં, તેને સીધી રીતે સેન્સરશીપ કહી શકાય.
જોકે, X એ એમ પણ કહ્યું છે કે તે ભારત સરકારના આદેશોનું પાલન કરી રહ્યું છે, પરંતુ આ એકાઉન્ટ્સ ફક્ત ભારતમાં જ બ્લોક કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે આ એકાઉન્ટ્સ હજુ પણ બાકીના વિશ્વમાં સક્રિય રહેશે.
India asks X to ban over 8k accounts subject to penalties
Read @ANI Story | https://t.co/qpFIUJcu2c#Xaccounts #ban #India pic.twitter.com/rJHH985grt
— ANI Digital (@ani_digital) May 9, 2025
X has received executive orders from the Indian government requiring X to block over 8,000 accounts in India, subject to potential penalties including significant fines and imprisonment of the company’s local employees. The orders include demands to block access in India to…
— Global Government Affairs (@GlobalAffairs) May 8, 2025
વપરાશકર્તાઓએ પોતાના સ્તરે કોર્ટમાં અપીલ કરવી જોઈએ: X
કંપનીએ કહ્યું કે તે આ નિર્ણયને કાયદેસર રીતે પડકારવાના રસ્તાઓ શોધી રહી છે, પરંતુ ભારતીય કાયદાઓ X ને સરળતાથી કોર્ટમાં જવાથી રોકે છે. તેથી, તે અસરગ્રસ્ત વપરાશકર્તાઓને તેમના સ્તરે કોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી રહ્યું છે.
X એ આ વપરાશકર્તાઓને નોટિસ પણ મોકલી છે અને કહ્યું છે કે જો તેમને આ બ્લોકિંગ સામે કોઈ વાંધો હોય, તો તેઓ ભારત સરકારના સાયબર કાયદા વિભાગનો [email protected] પર સંપર્ક કરી શકે છે.
ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો પણ શામેલ હતા:
આ સમગ્ર મામલામાં બીજી એક વાત ધ્યાન ખેંચે છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, પાકિસ્તાનના બે મોટા નેતાઓ – બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ઇમરાન ખાનના X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યા છે.
X કહે છે કે તે પારદર્શિતામાં માને છે અને ઇચ્છે છે કે આવા સરકારી આદેશો જાહેર કરવામાં આવે જેથી જવાબદારી સુનિશ્ચિત થઈ શકે. પરંતુ હાલમાં, કાનૂની પ્રતિબંધોને કારણે, X આ ઓર્ડર્સને જાહેર કરવામાં અસમર્થ છે.












