ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યુદ્ધ વધુ ઘાતક બનવાના એંધાણ, વિશ્વભરમાં રહેતા અમેરિકન નાગરિક માટે USની એડવાઈઝરી જાહેર

Middle East Tension:અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન (Iran-US Israel War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે મધ્ય પૂર્વની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. હાલત વધુ ખરાબ થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર હુમલા ચાલુ રાખી રહ્યા છે તો બીજી તરફ ઈરાન પણ વળતો હુમલો કરી રહ્યું છે. જેના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ છે. આજે (23 માર્ચ 2026) યુદ્ધનો 24મો દિવસ છે અને યુદ્ધ પુરુ થવાના કોઈ સંકેત નજર આવી રહ્યા નથી.

અમેરિકન નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેના પગલે યુદ્ધ વધુ ઉગ્ર બને તેની આશંકા સેવાઈ રહી છે. યુદ્ધને પગલે સર્જાયેલા સંકટને કારણે, વિશ્વભરમાં રહેતા અમેરિકનો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના કોન્સ્યુલર અફેર્સ સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક પોસ્ટમાં લખ્યું છે, ‘વિશ્વવ્યાપી ચેતવણી: ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વિશ્વભરના અમેરિકનોને, અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં રહેતા લોકોને, વધુ સાવધાની રાખવાની સલાહ આપે છે. વિદેશમાં રહેલા અમેરિકનોએ તેમના નજીકના યુએસ દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરાયેલ સુરક્ષા ચેતવણીઓમાં આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. સમયાંતરે એરસ્પેસ બંધ થવાથી મુસાફરીમાં વિક્ષેપ પડી શકે છે. મધ્ય પૂર્વની બહારના સહિત અમેરિકન રાજદ્વારી સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. ઈરાનને ટેકો આપતા જૂથો વિદેશમાં રહેતા અન્ય યુએસ હિતોને અથવા યુએસ અને/અથવા વિશ્વભરમાં અમેરિકનો સાથે સંકળાયેલા સ્થળોને નિશાન બનાવી શકે છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમેરિકન દૂતાવાસો ઈરાનના ટાર્ગેટ પર

“નવી સુરક્ષા ચેતવણીઓ મેળવવા માટે, અમેરિકન નાગરિકો માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના સુરક્ષા અપડેટ્સ માટે રજિસ્ટર કરે અથવા સોશિયલ મીડિયા પર @TravelGovને ફોલો કરો. તમારી સફરનું આયોજન કરતી વખતે, તમારા ડેસ્ટિનેશન માટે મુસાફરી સલાહ અને વિગતવાર માહિતી તેમજ સરકારી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ કોઈપણ હાલની ચેતવણીઓ કાળજીપૂર્વક વાંચવી” અમેરિકા અને ઇઝરાયલ સામેના તેના યુદ્ધમાં, ઈરાન US દૂતાવાસોને પણ નિશાન બનાવી રહ્યું છે. અત્યાર સુધી, ઈરાને રિયાધ, સાઉદી અરેબિયા, દુબઈ, યુએઈ, કુવૈત સિટી, કુવૈત અને બગદાદ, ઇરાકમાં અમેરિકાના દૂતાવાસોને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો : યુધ્ધ વચ્ચે જાપાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન, હોર્મુઝ સ્ટ્રેટને લઈને મૂક્યો પ્રસ્તાવ

Back to top button