ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO : ‘તમે મારા સેક્સ વિશે પણ…’, ટ્રમ્પ આ શું બોલી ગયા

Donald Trump on Sex: પશ્ચિમ એશિયા ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, વિશ્વની નજર અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર ટકેલી છે. ટ્રમ્પ દરરોજ નવા દાવા કરે છે. ટ્રમ્પે શુક્રવારે (27 માર્ચ 2026) ફ્લોરિડામાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ પ્રાયોરિટીઝ સમિટ પછી પત્રકારો સાથે વાત કરતી વખતે એક એવું નિવેદન આપ્યું જેનાથી સમગ્ર સભાગૃહમાં હાસ્ય છવાઈ ગયું હતું. જોકે, તેમના ટીકાકારો તેની ટીકા કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલ્યા પછી, ટ્રમ્પે પત્રકારોને સવાલો પૂછવા કહીને કહ્યું કે, ‘હું એવા રાજકારણીઓમાંથી નથી જે સવાલો ટાળે છે.’

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સનો એક વિડિઓ ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રમ્પ કહે છે, “હવે હું કેટલાક સવાલોના જવાબ આપીશ. તમે મને કંઈપણ પૂછી શકો છો. તમે મારા સેક્સ વિશે પણ સવાલ કરી શકો છો. હું એવા રાજકારણીઓમાંથી નથી જે સવાલો ટાળે છે.” ટ્રમ્પના નિવેદનથી પ્રેસ કોન્ફરન્સમાં હાસ્ય છવાઈ ગયું હતું. સમિટને સંબોધતા, ટ્રમ્પે કહ્યું કે, ‘મને આશા છે કે મને એક મહાન શાંતિદૂત તરીકે યાદ કરવામાં આવશે.’ આ દરમ્યાન ટ્રમ્પે ઘણા લાંબા સમયથી ચાલતા સંઘર્ષોને ઉકેલવાના પોતાના દાવાઓ પર પણ ભાર મૂક્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોતાની વિરાસત વિશેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતુ કે, “સારું, હું તમને કહી દઉં. મેં તમને કહ્યું હતું કે મેં આઠ યુદ્ધો ઉકેલ્યા છે. તેનો અર્થ એ કે મેં લાખો અને લાખો કરોડોના જીવ બચાવ્યા. આમાંના કેટલાક યુદ્ધો ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યા હતા, જેમાં એક 34 વર્ષથી, એક 32 વર્ષથી, એક 29 વર્ષથી અને એક 22 વર્ષથી ચાલી રહ્યા હતા, અને દર વર્ષે ઘણા લોકો તેમાં મૃત્યુ પામતા હતા.”

આગળ વાત કરતા યુએસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, ‘મારા પ્રયાસોએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જીવન બચાવવામાં મદદ મળી. મેં લાખો અને કરોડો લોકોના જીવ બચાવ્યા છે. હું જાણું છું કે તે કહેવું યોગ્ય ન લાગે, પરંતુ હું ઈચ્છું છું કે મારી વિરાસત એક મહાન શાંતિદૂત તરીકે રહે, કારણ કે હું સાચે જ માનું છું કે હું શાંતિદૂત છું.”

આ પણ વાંચો : ઈરાનમાં ક્યારે યુદ્ધ ખતમ થશે? અમેરિકાએ નક્કી કરી ડેડલાઈન, કહ્યું-સેના મોકલવાની જરુર નથી

Back to top button