Donald Trump: ટ્રમ્પે તેમના ‘હું બોસ છું’ નિવેદન પર કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું?

I Am The Boss Remark Of Trump: G7 સમિટ દરમિયાન, વિશ્વના ટોચના નેતાઓમાંના એક અમેરિકી રાષ્ટ્રપ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી અચાનક વૈશ્વિક ચર્ચાનો વિષય બની ગઈ હતી. સમિટમાં પ્રવેશતા જ ટ્રમ્પે હસીને કહ્યું હતું કે, ‘હું બોસ છું’ આ નિવેદન ઝડપથી સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયા પર વાયરલ થઈ ગયું. ટ્રમ્પે હવે હવે આ નિવેદનને લઈને સપષ્ટતા કરી છે.
🚨 LMFAO! “You walked in and said, I’M THE BOSS. How many of them believe that?”
PRESIDENT TRUMP: “ALL OF THEM.” 🔥
“But I was just being funny.” 🤣
“I walked into the room. And it was just sort of funny because there’s a very long table…These leaders and I just looked at… pic.twitter.com/AApt6dZu3k
— Eric Daugherty (@EricLDaugh) June 19, 2026
ટ્રમ્પે શું સ્પષ્ટતા કરી?
ટ્રમ્પને G7 સમિટમાં પોતાના નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પે જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું માત્ર મજાક કરી રહ્યો હતો અને કોઈપણ નેતા કરતાં મારી શ્રેષ્ઠતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા ન હતો.’ ઉલ્લેખનીય છે કે, જ્યારે ટ્રમ્પ મીટિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે વિવિધ દેશોના ઘણા નેતાઓ પહેલાથી જ ત્યાં બેઠા હતા. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે હળવા સ્વરમાં કહ્યું હતું કે, ‘હું જ બોસ છું’ આના પર ટ્રમ્પે કહ્યું કે તે મજાક તરીકે કહેવાયું હતું પરંતુ પાછળથી વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે, ‘હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે એક સરળ મજાકને આટલો મોટો મુદ્દો બનાવી નાખ્યો હતો.’
President Donald Trump Jokingly Said “ I Am The BOSS” at the G7 Summit in France. pic.twitter.com/MbEECuZVdI
— AFRICA IS HOME GLOBAL (@AfricaisHOME2) June 18, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
G7 સમિટમાં શું થયું?
ટ્રમ્પે G7 સમિટના અંતિમ દિવસે સવારની મીટિંગ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. મીટિંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ ત્યાં હાજર નેતાઓ હાસ્યથી છલકાઈ ગયા. ઘણા નેતાઓ ટ્રમ્પ પર સ્મિત કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ તેને હળવાશથી લીધું અને ટ્રમ્પને પૂછ્યું, ‘તમે કેમ છો?’ જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું ઠીક છું, આભાર.’












