ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં મહિલા PSI સહિત 3 લોકો રૂ. 63000ની લાંચ લેતા ઝડપાયા, જાણો શેની માંગી હતી લાંચ

સુરત, તા. 1 મે 2025: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય થઈ ગઈ છે. છાશવારે લાંચ લેતા અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ સુરતમાં મહિલા પીએસઆઈ, એએસઆઈ સહિત 3 લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

આ કામના ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના મહિલા પીએસઆઈ એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી) કરતા હતા. એ.એસ.આઈ નવનીતકુમાર હમીરભાઇ જેઠવા તેમના રાઈટર થતા હતા. તેમની અરજીની તપાસમાં બાકી નીકળતા રૂપિયા આપી દેવા વારંવાર દબાણ કરતા હતા. જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને રૂ. ૬૩૦૦૦ મહિલા પીએસઆઈ આપી દેવા કહેતા હતા. તેઓ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી વડોદરા એ.સી.બી.નો સંર્પક કર્યો હતો. જેના આધારે લાંચના છટકું ગોઠવવામાં આયું હતું. જેમાં એસઆઈ વનીતકુમાર હમીરભાઇ જેઠવાએ લાંચના રૂપિયા મહિલા પીએસઆઈ એમ.એ.રબારી વતી માંગણી કરી હતી અને ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઇ સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલા વડોદરામાં ઈન્કમટેક્સનો અધિકારી માત્ર 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયો હતો. ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડન્ટ નીતીશ ભારતી આધાર અને પાનકાર્ડમાં સુધારા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ તેને 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો

Back to top button