એરપોર્ટ પર મહિલા એટલો બધો મેકઅપ લગાવીને આવી કે મશીન ઓળખી શકી નહીં, અધિકારીઓએ મેકઅપ ધોવડાવ્યો

HD News Desk, 31 મે 2025: આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરવા માટે તમારે એરપોર્ટ પર પાસપોર્ટ લઈ જવાનો હોય છે. અહીં લાગેલા તમામ મશીનો દ્વારા આપની ઓળખ થાય છે. એરપોર્ટ અધિકારી આપની તપાસ પણ કરશે. પણ જો આપ અને આપનો પાસપોર્ટથી ઓળખ ન થાય, ચોક્કસપણે આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છે. કંઈક આવું જ ચીનના શંધાઈ એરપોર્ટ પર થયું છે. જ્યાં એક મહિલાનો ચહેરો તેના પાસપોર્ટના ફોટો સાથે મેળ ન ખાતા એરપોર્ટ અધિકારીઓએ મહિલાનો મેકઅપ ધોવો પડ્યો.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, એરપોર્ટ અધિકારીઓએ સ્કેનરની મદદથી તેની ઓળખ કરવાની કોશિશ કરી, પણ આવું થઈ શક્યુ નહીં. ત્યાર બાદ અધિકારીઓએ તેને મેકઅપ હટાવવા માટે કહ્યું. આ આખી ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ. ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
આ વીડિયોમાં મહિલા સ્કેનરમાં પોતાનો ચહેરાનો મેળ ન ખાવાથી ટેન્શનમાં આવી ગઈ. જ્યારે અધિકારી ન માન્યા તો તે પેપરની મદદથી પોતાનો ચહેરો સાફ કરતી દેખાઈ. તો વળી કેમેરા પાછળ એક અધિકારી તેના પર ગુસ્સા થતાં જ જોઈ શકાય છે.
વીડિયોમાં કર્મચારીઓ કડકાઈથી કહે છે કે જ્યાં સુધી તમે આપના પાસપોર્ટ ફોટોની માફક નહીં દેખાવ, ત્યાં સુધી બધુ સાફ કરતા રહો. આખરે તમે આ પ્રકારનો મેકઅપ કેમ કરો છો, શા માટે હાથે કરીને મુસીબત ઊભી કરો છો.
આ પણ વાંચો..અનુપમ ખેરે નામ લીધા વગર કેજરીવાલને શું માર્યો ટોણો?












