Winter Health: શિયાળામાં ખાસ ખાવ શેકેલા ચણા, મસલ્સ બનશે મજબૂત

- શેકેલા ચણામાં ઓછી કેલરી, ઉચ્ચ પોષણ અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળો એવો સમય છે જ્યારે આપણે એવા ખોરાકને પસંદ કરીએ છીએ, જે આપણને ગરમ રાખે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે. શેકેલા ચણા roasted chickpeas એક સુપરફૂડ છે જેને રોજિંદા આહારમાં સામેલ કરવાના અઢળક ફાયદા છે. ઉચ્ચ પ્રોટીન, ફાઇબર અને ખનિજોનું મિશ્રણ તેને શિયાળા Winter Health માટે પરફેક્ટ સ્નેક બનાવે છે. શેકેલા ચણામાં ઓછી કેલરી, ઉચ્ચ પોષણ અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં, તે શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
શિયાળામાં શેકેલા ચણા ખાવાના 6 ફાયદા
શરીરને કુદરતી ગરમી પૂરી પાડે છે
શેકેલા ચણામાં સારી માત્રામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન હોય છે, જે ધીમે ધીમે શરીરને ઉર્જા પૂરી પાડે છે અને ગરમી જાળવી રાખે છે. શિયાળા દરમિયાન જ્યારે શરીરનું તાપમાન ઝડપથી ઘટે છે, ત્યારે આ ખોરાક અત્યંત ફાયદાકારક હોય છે. નિયમિત સેવનથી શરીરની ગરમીનું સંતુલન જાળવવામાં મદદ મળે છે અને ઠંડી લાગવી અથવા હાથ-પગ થીજી જવા જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
પુષ્કળ પ્રોટીનથી સ્નાયુઓ મજબૂત બને છે
શેકેલા ચણા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળા દરમિયાન શરીરને વધારાની ઊર્જા અને સ્નાયુઓની મજબૂતાઈની જરૂર હોય છે. દરરોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્નાયુઓ રિપેર થાય છે, નબળાઈ દૂર થાય છે અને શરીર સક્રિય રહે છે. તે પ્રોટીનનો સરળ સ્ત્રોત છે, ખાસ કરીને શાકાહારીઓ માટે.
લાંબા સમય સુધી પેટ ભરેલું રાખીને વજન નિયંત્રિત કરે છે
ચણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે. તે વારંવાર ભૂખ લાગતી અટકાવવામાં મદદ કરે છે અને વધુ પડતું ખાવાનું ઘટાડે છે. શિયાળામાં મીઠાઈઓ અને તળેલા ખોરાકની તૃષ્ણા વધે છે, તેથી શેકેલા ચણા એક હેલ્ધી સ્નેક બનીને વજન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
હાર્ટ હેલ્થને મજબૂત બનાવે છે
શેકેલા ચણા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલા દ્રાવ્ય ફાઇબર લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. શિયાળો હૃદયના દર્દીઓ માટે જોખમ વધારે છે, તેથી દરરોજ થોડા શેકેલા ચણા ખાવાથી હૃદયના સ્વાસ્થ્યને ટેકો મળી શકે છે.
પાચનમાં સુધારો કરે છે
શિયાળા દરમિયાન પાચનક્રિયા ઘણીવાર ધીમી પડી જાય છે. શેકેલા ચણામાં રહેલું ફાઇબર પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પેટ હલકું રહે છે અને ખોરાક યોગ્ય રીતે પચે છે. તે આંતરડાને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે.
ઈમ્યુનિટી બુસ્ટ કરીને અને શરદી-ખાંસીથી બચાવે છે
શેકેલા ચણામાં આયર્ન, મેગ્નેશિયમ અને ઝીંક જેવા ખનિજો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શિયાળાની ઋતુમાં વાયરલ ચેપ, શરદી અને થાક સામાન્ય છે. દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીનું જોખમ ઓછું થાય છે.
આ પણ વાંચોઃ એક અઠવાડિયાની ટૂરમાં છ જ્યોતિર્લિંગોના દર્શન કરો, અદ્ભૂત ઉર્જાથી ભરપૂર બનશો












