ગોવિંદા અને સલમાન ફરી ‘પાર્ટનર’ બનશે? 18 વર્ષ બાદ જામશે જોડી

- સલમાન ખાન અને ગોવિંદા એક નવા પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક અને અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના બે દિગ્ગજ સ્ટાર્સ સલમાન ખાન અને ગોવિંદા Govinda and Salman મોટા પડદા પર ફરી સાથે આવવા માટે તૈયાર છે. 2007 માં આવેલી ફિલ્મ પાર્ટનરમાં આ જોડી ખૂબ જ લોકપ્રિય બની હતી. લગભગ 18 વર્ષથી દર્શકો આ જોડીને ફરીથી સાથે જોવા આતુર છે. હવે તે આશા સાચી પડી રહી છે.
સલમાન-ગોવિંદા ફરી સાથે
સલમાન ખાન અને ગોવિંદા એક નવા પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક અને અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ સમાચારે સોશિયલ મીડિયા પર પહેલેથી જ હલચલ મચાવી દીધી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે હા સલમાન ખાન અને ગોવિંદા એક નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને શીર્ષક નક્કી થયું નથી. તે દર્શકો માટે એક અદ્ભુત રીયૂનિયન સાબિત થશે.
ગોવિંદા ‘બિગ બોસ’માં જોડાશે
ગોવિંદા તાજેતરમાં સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં મહેમાન તરીકે દેખાશે. આ એપિસોડ દરમિયાન તેમની કેમેસ્ટ્રી સ્ક્રીન પર જોવા મળશે. એક એપિસોડ દરમિયાન સલમાન ખાને સંકેત આપ્યો હતો કે તે ટૂંક સમયમાં ગોવિંદા સાથે એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરશે. આનાથી ચાહકોમાં ‘પાર્ટનર 2’ વિશે અટકળો શરૂ થઈ ગઈ છે.

‘પાર્ટનર’ ની યાદ તાજી થઈ રહી છે
સલમાન ખાન અને ગોવિંદાની જોડીએ 2007 માં આવેલી ફિલ્મ પાર્ટનરથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. કલાકારોના બેસ્ટ કોમિક ટાઈમિંગ અને નેચરલ કેમેસ્ટ્રીએ તેમને બોલિવૂડની સૌથી એન્ટરટેઈનિંગ ઓન-સ્ક્રીન જોડી બનાવ્યા હતા.
સલમાનની આગામી ફિલ્મ
સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. લદ્દાખમાં ફિલ્મનો એક ભાગ પૂર્ણ કર્યા પછી તે તાજેતરમાં મુંબઈ પાછો ફર્યો છે. અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ નિસા દેવગણે મા કાજોલનો લુક રી-ક્રિએટ કર્યો, ઓરી બન્યો આઈકોનિક રેખા, વીડિયો વાયરલ












