ટ્રેન્ડિંગનેશનલ

સાપ હંમેશા જૂતામાં જ કેમ બેસે છે? જાણો તેની પાછળના કારણો

Why Do Snakes Hide Inside Shoes?: ગરમીની મોસમમાં સાપ પોતાના દરની બહાર નીકળતા હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ અવારનવાર લોકોના જૂતા-ચપ્પલમાં છુપાઈને બેઠેલા જોવા મળે છે. તેને જોઈને મનમાં પ્રશ્ન થાય કે શું સાપને માણસોના જૂતા સાથે કોઈ લગાવ છે? હકીકતમાં, આ કોઈ સંયોગ નથી પણ તેની પાછળ સાપની સુરક્ષા અને તાપમાન સાથે જોડાયેલા કેટલાક મહત્વના કારણો છે.

સાપ કેમ જૂતા પસંદ કરે છે?

સાપ એ ઠંડા લોહીવાળું (Cold-blooded) પ્રાણી છે, જેનો અર્થ છે કે તે પોતાના શરીરનું તાપમાન જાતે નિયંત્રિત કરી શકતો નથી. જૂતાની અંદરનો અંધકાર અને બંધ જગ્યા તેમને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ચામડા કે જાડા કાપડના જૂતા બહારની અતિશય ગરમી કે ઠંડી સામે સાપને રક્ષણ આપે છે. સાપને લાગે છે કે આ જગ્યા કોઈ સુરક્ષિત દર જેવી છે જ્યાં તેના પર કોઈ હુમલો નહીં કરી શકે.

ગંધ અને શિકારનું કનેક્શન

જૂતામાં રહેલી પરસેવાની ગંધ અને ભેજ નાના જીવજંતુઓ કે ઉંદરોને આકર્ષે છે. સાપ અવારનવાર પોતાના શિકારનો પીછો કરતા જૂતા સુધી પહોંચી જાય છે. ત્યાંની ગરમાહટ અને ભેજવાળું વાતાવરણ સાપને ત્યાં રોકાઈ જવા માટે મજબૂર કરે છે.

બચવા માટે શું કરવું?

નિષ્ણાતોના મતે, સાપ ક્યારેય જાણીજોઈને મનુષ્ય પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જોયા વગર જૂતામાં પગ નાખે છે, ત્યારે સાપને લાગે છે કે તેના પર હુમલો થયો છે અને તે સ્વબચાવમાં કરડે છે.

સુરક્ષા માટેની ટિપ્સ

* જૂતાને હંમેશા જમીનથી થોડા ઊંચા સ્ટેન્ડ પર રાખો.
* જૂતા પહેરતા પહેલા તેને સારી રીતે ખંખેરી લો અથવા લાકડીથી તપાસી લો.
* ઘરની બહાર રાખેલા જૂતા બાબતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ‘આવા સવાલોના જવાબ હું નથી આપતો’: બંગાળમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેમ ભડક્યા અમિત શાહ?

આ પણ વાંચોઃ Lawrence Of Punjab: રિલીઝ પહેલા લોરેન્સ ઓફ પંજાબ પર પ્રતિબંધ? સરકારે ZEE5ને આપી સલાહ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button