ટ્રેન્ડિંગનેશનલ

ભારતની સૌથી સુરક્ષિત એરલાઇન કઈ છે? DGCAના રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ 2 ઓગસ્ટ, 2025: Safest Airline: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવાઈ મુસાફરોના મનમાં સૌથી મોટી ચિંતા પોતાના જીવને લઈને છે. આ દુઃખદ અકસ્માત બાદ અલગ-અલગ એરલાઇન્સના વિમાનમાં સતત આવી રહેલી ગંભીર ખામીઓએ પેસેન્જર્સની ચિંતા વધારી દીધી છે. વળી, વધેલી કસર DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન)ના રિપોર્ટે પૂરી કરી દીધી. હવે હવાઈ મુસાફરોના મનમાં એક જ પ્રશ્ન છે: ભારતમાં હવાઈ મુસાફરી માટે સૌથી સુરક્ષિત એરલાઈન કઈ છે?

DGCA રિપોર્ટ પ્રમાણે, ભારતમાં એક પણ એરલાઇન એવી નથી જેમાં ઓડિટ દરમિયાન કોઈ ખામી જોવા મળી ન હોય. DGCA એ તેના રિપોર્ટમાં ભારતમાં નોંધાયેલી કુલ આઠ એરલાઇન્સનો ઉલ્લેખ કરીને 263 ખામીઓ જાહેર કરી છે. તેમાં બે પ્રકારની ખામીઓ છે, લેવલ-1 ખામીઓ અને લેવલ-2 ખામી. જો આપણે સૌથી વધુ ખામીઓ વિશે વાત કરીએ તો, એલાયન્સ એર પહેલાં નંબરે છે. DGCA ઓડિટ દરમિયાન, આ એરલાઇનમાં કુલ 57 ખામીઓ મળી આવી છે.

લેવલ-1ની ગંભીર ખામી

સદનસીબે, એલાયન્સ એરમાં એક પણ લેવલ-1 ખામી જોવા મળી નથી, જે મુસાફરોની સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. જે એરલાઇન્સમાં લેવલ-1 ખામીઓ મળી આવી છે તેમાં એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ટાટા સિંગાપોર એરલાઇન્સનો સમાવેશ થાય છે. ઓડિટ દરમિયાન, એર ઇન્ડિયામાં 7 લેવલ-1 ખામીઓ, એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 2 અને ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 10 ખામીઓ મળી આવી હતી. DGCA એ આ ખામીઓને તાત્કાલિક સુધારવા અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે.

કઈ એરલાઇન સૌથી સુરક્ષિત?

જો આપણે સૌથી સુરક્ષિત એરલાઇન વિશે વાત કરીએ, તો DGCAના ઓડિટમાં સ્પાઇસજેટને સૌથી ઓછી ખામીઓ મળી છે. તેથી, સ્પાઇસજેટને ભારતની સૌથી સુરક્ષિત એરલાઇન ગણી શકાય. ઓડિટમાં સ્પાઇસજેટમાં કુલ 14 ખામીઓ બહાર આવી છે. આમાંથી કોઈ ખામી એવી નથી કે તેને લેવલ વનમાં મૂકી શકાય. ત્યારબાદ ટાટા સિંગાપોર અને ઇન્ડિગો એરલાઇન્સ આવે છે. બંનેમાં અનુક્રમે 17 અને 23 ખામીઓ મળી આવી છે. ઇન્ડિગો એરલાઇન્સ પણ એવી એરલાઇન છે જેમાં લેવલ વનમાં કોઈ ખામી જોવા મળી નથી. હવે તમે પોતે DGCAના રિપોર્ટના આધારે અનુમાન કરી શકો છો કે તમારા માટે સૌથી સુરક્ષિત એરલાઇન કઈ છે.

કઈ એરલાઇન્સમાં કેટલી ખામી?

એરલાઇનનું નામ લેવલ-1 લેવલ-2 કુલ ખામી
એલાયન્સ એર 00 57 57
એર ઈન્ડિયા 07 44 51
સ્ટાર એર 00 41 41
ક્વિક જેટ 00 35 35
એર ઈન્ડિયા એક્સપ્રેસ 02 23 25
ઇન્ડિગો 00 23 23
ટાટા એસઆઈએ એરલાઇન 10 07 17
સ્પાઇસજેટ 00 14 14

આ પણ વાંચોઃ પાંચમી ટેસ્ટઃ આકાશ દીપે નાઈટ વોચમેન તરીકે અડધી સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં

આ પણ વાંચોઃ ઓનલાઈન એપ્સમાં ડાર્ક પેટર્નની જાળ, જાણો વપરાશકર્તાઓ કેવી રીતે બને છે શિકાર

Back to top button