ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પાંચમી ટેસ્ટઃ આકાશ દીપે નાઈટ વોચમેન તરીકે અડધી સદી ફટકારી, ભારત મજબૂત સ્થિતિમાં

ઓવલ, તા. 2 ઓગસ્ટ, 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે લંચ સમયે 3 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. ભારતની લીડ 166 રન થઈ છે. લંચ બ્રેક સમયે યશસ્વી જયસ્વાલ 85 રન અને કેપ્ટન ગિલ 11 રન બનાવી રમતમાં હતા.

મેચમાં નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા આવેલા આકાશ દીપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 70 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આકાશ દીપે યશસ્વી જયસ્વાલ સાથે 107 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. લંચ બ્રેકના થોડા સમય પહેલા તે 66 રન બનાવી આઉટ થયો હતો. આકાશ દીપના આ પ્રદર્શને ભારતીય ટીમને મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.

ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 247 રનમાં સમાપ્ત, ભારત પર 23 રનની લીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ બીજા 247 રન બનાવીને સમાપ્ત થઈ હતી, જેના કારણે તેમને ભારત પર 23 રનની લીડ મળી હતી. અગાઉ ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 10 વિકેટે 224 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની આ ઇનિંગ્સમાં ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ દીપને એક સફળતા મળી હતી.

ઓવલ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે માત્ર 64 ઓવરનો જ ખેલ શક્ય બન્યો હતો. દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. કરુણ નાયર 52 રન અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને અણનમ રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં જમા થયો 2000નો હપ્તો

Back to top button