IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

મારુ દિલ અને આત્મા હંમેશા બેંગલુરુ સાથે: પહેલી IPL ટ્રોફી જીત્યા બાદ કોહલીએ કહી આ વાત

Virat Kohli Statement: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ પર ઐતિહાસિક જીત નોંધાવી છે. આરસીબીની ટીમ પહેલી વાર આ ટાઈટલ જીતી છે. આરસીબીના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આઈપીએલની પહેલી ટ્રોફી જીતવાની ખુશીમાં ભાવૂક થયો હતો. વિરાટ કોહલીએ બેંગલુરુની જીત પર કહ્યું કે, મેં આ ટીમને મારું બધું જ આપી દીધું છે. તેમાં મારી યંગ એઝથી લઈને મારો બધો અનુભવ પણ સામેલ છે. વિરાટે કહ્યું કે, મારુ દિલ અને આત્મા બધું જ બેંગલુરુ માટે છે.

વિરાટ કોહલીની હ્દયસ્પર્શી વાત કરી

વિરાટ કોહલીએ બેંગલુરુની જીત પર કહ્યું કે, આ જીત જેટલી ફેન્સ માટે છે, એટલી જ ટીમ માટે પણ છે. વિરાટે આગળ કહ્યું કે, આઈપીએલને 18 વર્ષ થઈ ગયા છે. મેં આ ટૂર્નામેન્ટને પોતાની જવાનીથી લઈને પોતાનો પ્રાઈમ ટાઈમ સુધી બધું જ આપ્યું છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ દિવસ પણ આવશે. વિરાટે જણાવ્યું કે, છેલ્લા બોલ પછી હું ઈમોશનલ થઈ ગયો હતો.

એબી ડી વિલિયર્સ વિશે આ કહ્યું

વિરાટ કોહલીએ તેના મિત્ર એબી ડી વિલિયર્સ વિશે કહ્યું કે એબીએ આ ફ્રેન્ચાઇઝ માટે જે કર્યું છે તે શાનદાર છે. વિરાટે કહ્યું કે મેચ પહેલા તેણે ડી વિલિયર્સને કહ્યું હતું કે આ મેચ પણ તમારી છે અને હું ઈચ્છું છું કે એબી આ જીતની ઉજવણી અમારી સાથે કરે. કોહલીએ કહ્યું કે ડી વિલિયર્સ હજુ પણ અમારો ખેલાડી છે જેણે ચાર વર્ષ નિવૃત્તિ લીધા પછી પણ આરસીબી માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. એબી પણ અમારી સાથે પોડિયમ પર ઉભા રહેવાનો હકદાર છે.

વિરાટે કહ્યું કે, હું આ ટીમ માટે ત્યાં સુધી રમતો રહીશ, જ્યાં સુધી મારી પાસે આઈપીએલ રમવાનો મોકો છે. હું મારી છેલ્લી મેચ સુધી આ ટીમને બધું જ આપવા માગું છું. વિરાટે કહ્યું કે, આજે તે એક બાળકની માફક ઊંઘશે, મગજમાં કોઈ પણ ચિંતા વિના.

આ પણ વાંચો: લગ્નમાંથી પરત ફરી રહેલી ઈકો કાર પર સિમેન્ટથી ભરેલો ટ્રક પડ્યો, એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ

Back to top button