અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો, આંકડો જાણી ચોંકી જશો

- અમદાવાદના ૧૪ વોર્ડમાં કોલેરાના ૨૧ કેસ નોંધાયા
- જાન્યુઆરીથી મે મહીના સુધીમાં શહેરમાં કોલેરાના કુલ ૪૭ કેસ
- મણિનગર અને શાહીબાગ વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ
અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થતા પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. ઝાડા ઉલટીના ૬૪૦ કેસ નોંધાયા છે. નવરંગપુરા, ગોતા અને ચાંદલોડીયા સહીત કુલ ૧૪ વોર્ડમાં કોલેરાના ૨૧ કેસ નોંધાયા છે.
બહેરામપુરા વોર્ડમાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા
લાંભા વોર્ડમાં છ તેમજ બહેરામપુરા વોર્ડમાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે. મે મહીનામાં સરસપુર-રખિયાલ, ગોમતીપુર, રામોલ-હાથીજણ, જમાલપુર તેમજ નવરંગપુરા, ગોતા, ચાંદલોડીયા, વટવા, ભાઈપુરા, દરિયાપુર, મણિનગર અને શાહીબાગ વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.
જાન્યુઆરીથી મે મહીના સુધીમાં શહેરમાં કોલેરાના કુલ ૪૭ કેસ
આ વર્ષે જાન્યુઆરીથી મે મહીના સુધીમાં શહેરમાં કોલેરાના કુલ ૪૭ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામા આવતા પાણીના ૪૩ સેમ્પલ પીવાલાયક નહી હોવાનુ લેબોરેટરી તપાસમાં સામે આવ્યુ છે. ૫૩ સેમ્પલમાં કલોરીન ન હતુ. મચ્છરજન્ય એવા મેલેરિયાના ૫૦, ડેન્ગ્યૂના ૧૯ તથા ચિકનગુનીયાનો એક કેસ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ












