ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ સિડનીમાં રચ્યો ઈતિહાસ… શ્રીલંકાના દિગ્ગજ સંગાકારને પણ છોડ્યો પાછળ

નવી દિલ્હીઃ 25 ઓક્ટોબર, 2025: Virat Kohli Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શનિવારે (25 ઓક્ટોબર) રમાયેલી વનડે સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. કોહલીએ આ મેચમાં 56 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની અર્ધસદી પૂરી કરી. આ તેના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 75મી અર્ધસદી હતી. કોહલી 74 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે રોહિત શર્માએ 121 રન બનાવ્યા હતા.

કોહલીએ સંગાકારાને પાછળ છોડ્યો

આ મેચમાં 54 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરની યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે. કોહલી હવે વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. કુમાર સંગાકારાએ 14234 રન બનાવ્યા હતા, જેની ઉપર હવે કોહલી (14255+ રન) આવી ગયો છે. વનડેમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (18426 રન) બનાવ્યા છે.

વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટર:

ક્રમ બેટર રન ઇનિંગ્સ
1 સચિન તેંડુલકર 18426 452
2 વિરાટ કોહલી 14255+ 293
3 કુમાર સંગાકારા 14234 380
4 રિંકી પોન્ટિંગ 13704 365
5 સનથ જયસૂર્યા 13430 433

રોહિત-કોહલીની 19મી સદીની ભાગીદારી

વિરાટ કોહલી અને રોહિત શર્માએ મળીને બીજી વિકેટ માટે અણનમ 168 રનની ભાગીદારી કરી. વનડે આંતરરાષ્ટ્રીયમાં આ બંને વચ્ચેની 19મી સદીની ભાગીદારી છે, જેના કારણે તેઓ સચિન-સૌરવ અને દિલશાન-સંગાકારા પછી ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.

  • સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી: 26 (176 ઇનિંગ્સ)
  • તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારા: 20 (108 ઇનિંગ્સ)
  • રોહિત શર્મા અને વિરાટ કોહલી: 19 (101 ઇનિંગ્સ)

અન્ય રેકોર્ડ્સ:

  • સૌથી વધુ 100+ ભાગીદારીમાં સામેલ (વનડે): વિરાટ કોહલી 82 વખત સદીની ભાગીદારીમાં સામેલ રહ્યો છે, જે સચિન તેંડુલકર (99) પછી બીજા ક્રમે છે.
  • રન ચેઝમાં 50+ સ્કોર: વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીયમાં રન ચેઝ કરતી વખતે 70મી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

આ પણ વાંચોઃ ‘ખબર નહીં, ફરી ઓસ્ટ્રેલિયા આવી શકીશું કે…’ સિડનીમાં જીત બાદ ROKOની જોડીએ ફેન્સને કર્યા ભાવુક 

આ પણ વાંચોઃ રોહિત શર્માએ સદી ફટકારી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

 

Back to top button