ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીઃ જાણો શું કહ્યું?

મુંબઈ, 12 મે, 2025: Virat Kohli announces retirement from Test cricket ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં કોહલીએ એક ભાવુક પોસ્ટ કરી છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોમવાર, 12 મે 2025ના રોજ સવારે 11:43 વાગ્યે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી.

શું કહ્યું કોહલીએ?

વિરાટે ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું, “બેગી બ્લૂ જર્સી પહેરીને ટેસ્ટ ક્રિકેટમાં પહેલું પગલું મૂક્યાને 14 વર્ષ થઈ ગયા. સાચું કહું તો, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ફોર્મેટ મને આવો અનોખો અનુભવ કરાવશે. આ રમતે મારી કસોટી કરી, મને ઘડ્યો અને એવા જીવનપાઠ શીખવ્યા જે હું હંમેશાં સાથે રાખીશ.”

કોહલીએ આગળ કહ્યું, “વ્હાઇટ જર્સીમાં રમવું એ એક ખૂબ જ ખાસ અનુભવ છે. ધીરજપૂર્વક કરેલી મહેનત, લાંબા દિવસો, નાની-નાની ક્ષણો જે કોઈ નથી જોતું પણ તે હંમેશાં તમારી સાથે રહે છે. આ ફોર્મેટથી દૂર જવું સરળ નથી, પરંતુ આ નિર્ણય યોગ્ય લાગે છે. મેં અહીં મારું બધું જ આપ્યું, અને આ રમતે મને મારી અપેક્ષાઓથી ઘણું વધારે આપ્યું.”

વિરાટ કોહલીએ 20 જૂન, 2011ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેમણે 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી ટેસ્ટ મેચ વિરાટ કોહલીની અંતિમ ટેસ્ટ મેચ હતી. 3થી 5 જાન્યુઆરી દરમિયાન રમાયેલી આ મેચની પ્રથમ ઇનિંગમાં તેમણે 17 રન બનાવ્યા હતા, જ્યારે તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ ઇનિંગમાં તેમણે 6 રન બનાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

આ પણ વાંચોઃ રોહિત શર્માએ વનડે રિટાયરમેન્ટ પર મૌન તોડ્યું, કહ્યું- હું એ દિવસે રમવાનું બંધ કરી દઈશ જે દિવસે….

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button