Video: ગુજરાતના લોકો બિહારમાં મતદાર બની રહ્યા છેઃ તેજસ્વી યાદવનો આક્ષેપ

પટણા, 13 ઓગસ્ટ, 2025: People from Gujarat are becoming voters in Bihar: Tejashwi Yadav બિહારમાં ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે, જેને પગલે છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે.
આ મામલે વિરોધપક્ષો એ હદે નારાજ છે કે તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ દાખલ કરેલો છે. અને હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 12 ઓગસ્ટને મંગળવારે સુપ્રીમ કોર્ટે જોકે ચૂંટણીપંચની એ દલીલ માન્ય રાખી હતી કે, આધાર કાર્ડને નાગરિકતાનું આખરી પ્રમાણ માની ન શકાય અને તેને આધારે મતદાર તરીકેની નોંધણી કાનૂની ન ગણી શકાય.
દરમિયાન, બિહારના રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ આ વિવાદને એક નવા સ્તરે લઈ ગયા છે. તેમણે આજે એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાતના લોકો બિહારના મતદાર બની રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે બિહાર ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાણીયાનું ઉદાહરણ આપીને કહ્યું કે, દલસાણીયા હવે પટણાના મતદાર બની ગયા છે. જોકે, દલસાણીયાએ ગયા વર્ષે અર્થાત 2024માં ગુજરાતમાં મત આપ્યો હતો, પણ હાલ તેઓ બિહારના મતદાતા બની ગયા છે.
#WATCH | Patna, Bihar: Former Deputy CM and RJD leader Tejashwi Yadav says, “Now the people of Gujarat are becoming voters of Bihar. Bhikhubhai Dalsaniya, who is in charge of the BJP, has become a voter of Patna. He cast his last vote in Gujarat in 2024, but he is still a voter… pic.twitter.com/R7gmb4OFOT
— ANI (@ANI) August 13, 2025
તેમના આ આક્ષેપને પગલે હવે મતદાર યાદીના મુદ્દે નવો રાજકીય વિવાદ ઊભો થાય એવી પૂરી શક્યતા છે. તેજસ્વી યાદવના આ આક્ષેપ અંગે ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.












