ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO: રાતા સમુદ્રમાં હુતી આતંકીઓએ કર્યો મિસાઈલ મારોઃ જહાજ ટાઈટેનિકની જેમ ડૂ્બ્યું

HD ન્યૂઝ, 9 જુલાઈ, 2025: ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ પછી, એવું લાગતું હતું કે હવે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાઈ જશે. પરંતુ આ તણાવ વધુ વધી ગયો છે. યમનના હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં ઈઝરાયલી જહાજ પર હુમલો કરીને તેને પાણીમાં ડુબાડી દીધું.

હુતી બળવાખોરોએ આનો એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જહાજમાં એક ભયંકર વિસ્ફોટ થાય છે અને પછી તે સમુદ્રમાં ડૂબી જાય છે.

યમનના હુથી બળવાખોરોએ 6 જુલાઈ 2025 ના રોજ લાલ સમુદ્રમાં લાઇબેરિયન ધ્વજવાળા અને ગ્રીક માલિકીના જહાજ મેજિક સીઝ પર હુમલો કર્યો. આ હુમલામાં જહાજ ડૂબી ગયું.

બળવાખોરોએ આ હુમલાનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં જહાજ પર જોરદાર વિસ્ફોટો જોઈ શકાય છે. વીડિયોમાં, જહાજ સળગતું અને અંતે સમુદ્રમાં ડૂબી જતું જોવા મળે છે. હુથીઓએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે આ જહાજ ઇઝરાયલ પરના તેમના નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.

યુરોપિયન યુનિયનના નૌકાદળ મિશન ‘ઓપરેશન એસ્પાઇડ્સ’ એ મંગળવારે પુષ્ટિ કરી કે આ હુમલામાં ત્રણ ખલાસીઓ માર્યા ગયા હતા અને બે ઘાયલ થયા હતા, જેમાંથી એકે પોતાનો પગ ગુમાવ્યો હતો. જહાજમાં સવાર 22 ક્રૂ સભ્યોએ પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા અને બાદમાં તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Back to top button