ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

VIDEO: બ્રિટિશ યુદ્ધ વિમાન એક મહિના બાદ છેવટે વતન જવા રવાના

 તિરુવનંતપુરમ, 22 જુલાઈ, 2025ઃ British warplane finally leaves for home બ્રિટિશ નૌસેનાનું યુદ્ધ વિમાન F-35 છેવટે એક મહિના બાદ સ્વદેશ જવા રવાના થયું છે. ટેકનિકલ ખામીને કારણે એક મહિનાથી કેરળના વિમાન મથકે અટવાયેલા રહેલા આ યુદ્ધ વિમાનને તે છેવટે બ્રિટન પહોંચી શકે એ સ્થિતિમાં લાવવામાં આવ્યું છે.

બ્રિટનની ‘રોયલ નેવી’નું એફ-35બી લાઈટનિંગ લડાકુ વિમાન એક મહિનાથી વધુ સમય બાદ હવે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે. વિમાને મંગળવારે સવારે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટથી બ્રિટન પરત ફરવા માટે ઉડાન ભરી હતી. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે બ્રિટિશ યુદ્ધ વિમાન એફ-35બીએ એક મહિનાથી વધુ સમય પહેલાં અહીં તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ વિમાન અહીં ઊભું હતું. જોકે, મહિનાથી વધુ સમય સુધી ચાલેલા સમારકામના કામ બાદ લડાકુ વિમાને મંગળવારે ફરી ઉડાન ભરી.

જુઓ વીડિયો

 

એફ-35બી લાઈટનિંગ લડાકુ વિમાને સવારે 10:50 વાગ્યે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન જવા માટે ઉડાન ભરી હતી. આ પહેલાં સોમવારે વિમાનને હેંગરમાંથી બહાર કાઢીને એરપોર્ટના બેમાં રાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે બ્રિટિશ રોયલ નેવીનું એફ-35બી લાઈટનિંગ લડાકુ વિમાન બ્રિટનના સૌથી અદ્યતન સ્ટીલ્થ ફ્લીટનો ભાગ છે. વિશ્વના સૌથી અદ્યતન લડાકુ વિમાનોમાંનું એક અને 110 મિલિયન અમેરિકી ડોલરથી વધુ કિંમતનું આ વિમાન તકનીકી ખામી આવવાને કારણે 14 જૂનથી અહીં તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉભું હતું.

ટેકનિકલ ખામી આવવાને કારણે બ્રિટિશ નૌસેનાનું આ યુદ્ધ વિમાન 14 જૂનથી અહીં તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊભું હતું. બ્રિટનથી ઈજનેરોની ટીમ તેના સમારકામ માટે અહીં પહોંચી હતી. ત્યારબાદ તેનું લગભગ એક મહિના સુધી સમારકામ ચાલ્યું. સૂત્રોએ જણાવ્યું કે વિમાનના અહીં ઉતરવાની રકમ ઉપરાંત એરપોર્ટ પર વિમાન માટે દૈનિક ભાડું અને પાર્કિંગનું ફી પણ ચૂકવવી પડશે. સૂત્રોએ કહ્યું, “તેની જાળવણી માટે લાવવામાં આવેલાં સાધનો અને ચાલક દળને બીજી ફ્લાઈટ દ્વારા પાછા મોકલવામાં આવશે.”

આ પણ વાંચોઃ સોમનાથમાં શ્રાવણમાં દરેક સોમવારે થશે અનોખી આરાધના: “વંદે સોમનાથ કલા મહોત્સવ”માં પ્રાચીન આરાધના પુનઃ જીવીત

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button