IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

SRH vs RR: વૈભવને છગ્ગાની રેસમાં કોણ આપી રહ્યું છે ટક્કર? જાણો કોની સ્ટ્રાઇક-રેટ સૌથી વધુ

SRH vs RR:  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં જંગ જામશે. આ મેચમાં દુનિયાભરના ચાહકોની નજર ‘સુપર કિડ’ વૈભવ સૂર્યવંશી પર છે, જેણે પોતાની બેટિંગ અને ગગનચુંબી છગ્ગાઓથી ક્રિકેટ જગતને ઘેલું લગાડ્યું છે.

સિક્સર કિંગની રેસમાં વૈભવ અને રજત સંયુક્ત રીતે ટોપ પર

વૈભવે અત્યાર સુધી માત્ર 4 મેચ રમી છે, પરંતુ તે છગ્ગા મારવાની બાબતમાં અગ્રેસર છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના કેપ્ટન રજત પાટીદાર અને વૈભવ સૂર્યવંશી બંને 18-18 સિક્સર સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. જોકે, હૈદરાબાદની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર આજે વૈભવ પાસે પાટીદાર કરતા આગળ નીકળવાની સુવર્ણ તક છે.

સૌથી વધુ સિક્સર ફટકારનારા ટોપ-5 બેટ્સમેન

ખેલાડી ટીમ મેચ/ઈનિંગ સિક્સર
વૈભવ સૂર્યવંશી RR 4 મેચ 18
રજત પાટીદાર RCB 4 મેચ 18
અભિષેક શર્મા SRH 4 મેચ 14
શેરફેન રધરફોર્ડ MI 3 ઈનિંગ 11
રિયાન રિકલ્ટન MI 4 મેચ 12

સિક્સર ફટકારવાની સ્પીડમાં પણ વૈભવ અવ્વલ

વૈભવ માત્ર સિક્સર ફટકારે છે એવું નથી, પણ તેની સિક્સર ફટકારવાની ગતિ (Frequency) પણ આશ્ચર્યજનક છે. આંકડા મુજબ:

  • વૈભવ સૂર્યવંશી: દર 4.17 બોલે એક સિક્સ ફટકારે છે (18 સિક્સ માટે 75 બોલ).

  • શેરફેન રધરફોર્ડ: દર 4.18 બોલે એક સિક્સ ફટકારે છે.

  • અભિષેક શર્મા: દર 4.54 બોલે એક સિક્સ ફટકારે છે.

  • રજત પાટીદાર: દર 5.06 બોલે એક સિક્સ ફટકારે છે.

આજે હૈદરાબાદના મેદાન પર જ્યારે વૈભવ બેટિંગ કરવા ઉતરશે, ત્યારે તે રજત પાટીદારને પાછળ છોડીને સિક્સરના મામલે એકહથ્થુ શાસન સ્થાપવા પ્રયત્ન કરશે.

આ પણ વાંચોઃ ‘અમે ચૂંટણીના કારણે આંધળા ન થઈ શકીએ…’ SIR પર ‘સુપ્રીમ’ ટિપ્પણી

આ પણ વાંચોઃ મહાયુદ્ધની શરૂઆત! હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીની ઘડી નજીક, નેતન્યાહૂએ કહ્યું – કોઈપણ સમયે સીઝફાયર સમાપ્ત થઈ શકે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button