Vadodara Breaking: ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની શરમજનક ઘટના, આરોપી યુવકની ધરપકડ

વડોદરા, 7 માર્ચ 2026: વડોદરા શહેરમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની દુષ્કર્મનો શિકાર બની છે. આ ઘટના બાપોદ વિસ્તારમાં બની છે અને પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો સામે આવવાની બાકી છે.
મળતી માહિતી અનુસાર, આરોપીનું નામ આકાશસિંઘ છે, જે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે વિદ્યાર્થિનીને કપડાં ધોવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ રાત્રે તેણે વિદ્યાર્થિનીને ગોંધી રાખી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ નરાધમે વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ અવાર-નવાર રૂમમાં દુષ્કર્મ કર્યું અને તેના વીડિયો પણ બનાવ્યા હતા.
શરૂઆતમાં આકાશસિંઘે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપડગણ કરવાનુ શરૂ કર્યુ, જેના કારણે તે ડરી ગઈ હતી. ત્યારબાદ તેણે તેનુ કુટિલ ઇરાદાથી દુષ્કર્મ આચર્યુ. વિદ્યાર્થિનીએ આ ઘટના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે બાપોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને આકાશસિંઘની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આકાશસિંહે વિદ્યાર્થિનીને પહેલાથી જ નિશાન બનાવી હતી. તેણે તેની સાથે દુષ્કર્મ કરીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ કેસમાં આરોપીએ વીડિયો બનાવ્યા હોવાના કારણે, તે વીડિયો દ્વારા પીડિતાને બ્લેકમેલ કરવાની શક્યતા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પીડિત વિદ્યાર્થિનીને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી છે. સાથે જ તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સહાય અને દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.
આ ઘટનાએ વડોદરા શહેરમાં ભારે રોષ અને ચિંતાની લહેર ફેલાવી છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થી સંગઠનોએ આવી ઘટનાઓ પર તીવ્ર પગલાં લેવાની માંગ કરી છે. મહિલા હેલ્પલાઇન અને NGOએ પણ પીડિતાને તમામ પ્રકારની મદદ કરવા કહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ POCSO અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસને વધુ ઝડપી બનાવવામાં આવશે.
આવી ઘટનાઓ વધતી જાય તેવી પરિસ્થિતિમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ કડક પગલાંની જરૂર છે.
આ પણ વાંચો: ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલા કર્મીનો કેનાલમાં કૂદીને આપઘાત












