અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Ahmedabad Plane Crash: લગ્નના ત્રણ જ મહિનામાં સપના ચકનાચૂર થઈ ગયા, જિંદગી વેરવિખેર થઈ ગઈ

Ahmedabad News: દુર્ઘટનાઓ માત્ર જીવ નથી લેતી, પરંતુ પાછળ જીવતા રહી ગયેલા લોકોની જિંદગી પણ વેરવિખેર કરી નાખે છે. અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મહેશ કાલાવાડિયાની પત્ની હેતલ પ્રજાપતિ આજે પણ ન્યાય અને અધિકાર માટે આંસુ સારી રહી છે.

પ્રેમલગ્નના 3 જ મહિનામાં કાળ ભરખી ગયો

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા મહેશ અને હેતલે સમાજ સામે જઈને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના હજુ માંડ ત્રણ મહિના થયા હતા અને આંખોમાં રહેલા અનેક સપનાઓ ચકનાચૂર થઈ ગયા. એક કમનસીબ દિવસે મહેશ કાલાવાડિયા પોતાના એક્ટિવા પર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક ક્રેશ થયેલા પ્લેનની પાંખ તૂટીને તેમની પર પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહેશના મૃતદેહની ઓળખ કરવા માટે 9 દિવસ બાદ ડીએનએ (DNA) ટેસ્ટનો સહારો લેવો પડ્યો હતો.

કુલ ₹1 કરોડ 25 લાખનું વળતર

આ દુર્ઘટના બાદ ટાટા કંપની અને સરકાર તરફથી કુલ ₹1 કરોડ 25 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું. હેતલનું કહેવું છે કે ₹1.25 કરોડ તો મળી ગયા, પણ મારા મહેશની ખોટ કોણ પૂરી કરશે?

બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ

વડોદરામાં રહેતી હેતલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેને સરકારી નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, જે એક વર્ષ બાદ પણ પૂરી કરવામાં આવી નથી. આ ઉપરાંત આ વિમાન દુર્ઘટના કેમ સર્જાઈ. તેનું સાચું કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. પીડિત પત્નીની માંગ છે કે સરકાર તટસ્થ તપાસ કરી બ્લેક બોક્સનો ડેટા જાહેર કરે.

આ પણ વાંચોઃ પોલીસ અધિકારીઓ રોજ 2 કલાક લોકોની ફરિયાદો સાંભળશે, રાજ્ય પોલીસ વડાનો આદેશ
Back to top button