ઉત્તરાખંડ સરકારે લોકોની મજાક ઉડાવી, 5 લાખ આપવાનું કહી 5 હજાર પકડાવી દીધા, લોકોને ખાવાના પણ ફાંફા

ઉત્તરકાશી: ધારાલી ગામમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યાના પાંચ દિવસ પછી, શુક્રવારે અસરગ્રસ્તોને ‘તાત્કાલિક રાહત’ તરીકે 5,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. ઘણા લોકોએ આ રાહતની રકમ લેવાની ના પાડી દીધી હતી. કેમ કે ગામલોકોએ રકમને ‘ખૂબ જ અપૂરતી’ ગણાવી અને કહ્યું કે તે આ તો અમારી વેદનાનું અપમાન છે. “અમે બધું ગુમાવ્યું છે, અમારા પરિવારો, ઘરો, કરોડો રૂપિયાના વ્યવસાયો. આ રકમ અપમાનજનક છે.
ઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, લોકોએ કહ્યું કે આ પૂરની સ્થિતિ પછી આ વિસ્તારમાં વીજળી નથી, તેથી તેઓ મીણબત્તીઓના પેકેટ વહેંચવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ચાર દિવસ પછી તેમના સુધી પહોંચ્યા.
અન્ય એક વ્યક્તિએ કહ્યું, “અમે આ રાતો અંધારામાં વિતાવી છે. અમે ખોરાક ગરમ કરવા માટે લાકડા બાળ્યા. સરકાર રાશન વિશે વાત કરે છે, પરંતુ તે પણ અમારા સુધી પહોંચ્યું નહીં. રાશન શોધવા માટે અમારે ઘરે ઘરે ભટકવું પડ્યું હતું.”
શુક્રવારે ગ્રામજનોએ ડીએમ અને એસડીએમ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને રાહતની ધીમી ગતિ પર “મોદી ધામ ટાપો” ના નારા લગાવ્યા હતા.
માર્ચ મહિનામાં પીએમ મોદીએ હર્ષિલ અને મુખાબાની મુલાકાત દરમિયાન આ સૂત્રનો ઉપયોગ પ્રદેશમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કર્યો હતો.
એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે આ જ ગામડાઓ હવે મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે 5,000 રૂપિયાના ચેક એક કામચલાઉ પગલા હતા અને નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ બાકી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: દેશમાંથી 334 પોલિટિકલ પાર્ટીના રજિસ્ટ્રેશન રદ કરી દીધા












