ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અમેરિકા સાથે ભારતે પહેલા વાર સોદા પર કર્યા હસ્તાક્ષર, જાણો શું થશે તેની મોટી અસર

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025: અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં જે ખટાશ આવી હતી, તે હવે ધીરે ધીરે ઓછી થઇ રહી હોવાનું દેખાય છે. અમેરિકા સાથે વેપાર સોદાની આશા વચ્ચે ભારતે પહેલી વખત અમેરિકા સાથે લાંબા સમય સુધી એલપીજી આયાત માટે એક મોટી સમજૂતિ કરી છે. સરકારનું કહેવુ છે કે આ પ્રકારની સમજૂતિ દેશની ઉર્જા સુરક્ષા મજબત થશે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે પુરવઠાના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનો અવસર પણ મળશે.

અમેરિકા-ભારત વચ્ચે મોટો સોદો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે આ સોદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા LPG બજાર ભારતે ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ માટે પોતાનું બજાર ખુલ્લું મૂકી દીધું છે.

તેમણે જણાવ્યું હતું કે દેશના નાગરિકોને સસ્તા LPG પૂરું પાડવું અને ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવી એ સરકારની પ્રાથમિકતા છે. પુરવઠા સ્ત્રોતોનું વૈવિધ્યકરણ ચાલી રહ્યું છે, અને આ કરાર તે દિશામાં એક મોટું પગલું છે.

વાર્ષિક 2.2 મિલિયન ટન માટે કરાર

પુરીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની માલિકીની ઓઇલ કંપનીઓએ 2026થી શરૂ કરીને વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG ગેસ આયાત કરવા માટે કરાર કર્યો છે. આ ભારતની કુલ LPG આયાતના આશરે 10 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, જે દેશની ઉર્જા સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

નોંધનીય છે કે ભારત વિશ્વમાં LPGનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, અને સ્થાનિક માંગમાં સતત વૃદ્ધિ વચ્ચે ઉજ્જવલા યોજનાને કારણે પુરવઠામાં વધારો થયો છે. આ યોજના હેઠળ, ઓછી આવક ધરાવતા પરિવારોને સબસિડીવાળા દરે LPG કનેક્શન પૂરા પાડવામાં આવે છે. હાલમાં, ભારત તેની કુલ LPG જરૂરિયાતોના આશરે 50 ટકા આયાત કરે છે, જેમાં મોટાભાગનો ગેસ પશ્ચિમ એશિયાઈ બજારમાંથી આવે છે.

આ પણ વાંચોઃ અમેરિકન અને એશિયન બજારોને પગલે ભારતીય ઇક્વિટીમાં નરમાઇ

Back to top button