UPI New Rule: હવે પિન (PIN) વગર થશે ₹5000 સુધીનું પેમેન્ટ, જાણો શું છે આ નવી સુવિધા અને કેવી રીતે કરશે કામ

UPI Payment Without PIN: ભારતમાં ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે તમારે UPI પેમેન્ટ કરવા માટે વારંવાર 4 કે 6 અંકનો પિન (PIN) એન્ટર કરવાની જરૂર નહીં પડે. ICICI બેંક, PhonePe અને CRED જેવા પ્લેટફોર્મ્સે હવે પિન વગર પેમેન્ટ કરવાની નવી સુવિધા શરૂ કરી છે.
શું છે આ નવો ફીચર?
આ નવી ટેકનોલોજીને ‘બાયોમેટ્રિક UPI ઓથેન્ટિકેશન’ કહેવામાં આવે છે. આમાં યુઝર્સ પિન એન્ટર કરવાને બદલે પોતાના સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ફેસ આઈડી (ચેહરાની ઓળખ) નો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. હાલના નિયમો અનુસાર, આ સુવિધા દ્વારા તમે ₹5,000 સુધીનું ટ્રાન્ઝેક્શન પિન વગર કરી શકશો. જો રકમ ₹5,000 થી વધુ હશે, તો પિન નાખવો અનિવાર્ય રહેશે.
કઈ બેંક અને એપ્સે સુવિધા શરૂ કરી?
* ICICI બેંક: બેંકે તેની ‘iMobile’ એપ પર આ ફીચર રોલઆઉટ કરી દીધું છે. એન્ડ્રોઇડ અને iOS ના લેટેસ્ટ વર્ઝન પર આ સુવિધા ઉપલબ્ધ છે. યુઝર્સ પોતાની મરજી મુજબ આ બાયોમેટ્રિક લોક ચાલુ કે બંધ કરી શકે છે.
* PhonePe: ફોન-પે પર પણ હવે એક સિંગલ ટચથી પેમેન્ટ કરી શકાશે. આ ફીચર એવા સમયે કામ લાગશે જ્યારે તમે ભીડમાં હોવ અને પિન લીક થવાનો ડર હોય અથવા તમે પિન ભૂલી ગયા હોવ. જો બાયોમેટ્રિક ફેલ થાય, તો પિનનો ઓપ્શન તો રહેશે જ.
* CRED: ક્રેડ એપ દ્વારા પણ NPCI સાથે મળીને આ સુરક્ષિત બાયોમેટ્રિક પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
કેમ છે આ વધુ સુરક્ષિત?
આ ફીચરથી ડિજિટલ લેવડ-દેવડ ઝડપી બનશે. જાહેર સ્થળો પર પેમેન્ટ કરતી વખતે પાછળ ઉભેલી વ્યક્તિ તમારો પિન જોઈ લેવાની બીક રહેતી હતી, જે હવે દૂર થશે. આ સુવિધા તમારા ફોનમાં પહેલેથી સેવ થયેલા બાયોમેટ્રિક ડેટાનો જ ઉપયોગ કરે છે, તેથી ડેટા ચોરીનો ખતરો પણ ઓછો છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચોઃ VIDEO : દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો,
આ પણ વાંચોઃ RBIની મોટી ગીફ્ટ, ક્રેડિટ કાર્ડ ધારકોની મોજ; યૂઝર્સને જબરદસ્ત ફાયદો થશે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












