ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો,

Delhi Weather: દિલ્હી-NCRમાં આજે (30 એપ્રિલ 2026) બપોર બાદ હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલતી ભારે ગરમી અને ઉકાળટથી પરેશાન રહેલા લોકોને આજે રાહત મળી છે. બપોર સુધી કાળઝાળ ગરમી હતી, પરંતુ થોડા જ સમયમાં આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

હવામાનમાં અચાનક જ પલટો આવી ગયો

દિલ્હી, નોઈડા અને ગ્રેટર નોઈડામાં હવામાનમાં અચાનક જ પલટો આવી ગયો હતો, અને બપોર સુધીમાં તો વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. વરસાદ શરુ થતા જ લોકોને ઠંડક મળી હતી. જો કે વરસાદની સાથે ભારે પવન તેમજ કરા પડ્યા હતા. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જો કે વરસાદને પગલે ખેડૂતો માથે સંકટ ઉભુ કર્યું છે અને પાકને નુકસાની થવાની ભીતિ થઈ છે.

ગરમીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઘણા દિવસો પછી, લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. શરૂઆતમાં ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વિઝિબલિટી ઓછી થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદના વરસાદથી ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઈ ગઈ હતી. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે દિવસભર વાવાઝોડા, વરસાદ અને કરા પડવા માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો

ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને અંદાજે 50 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડે પવન ફૂંકાયો હતો. ગાઝિયાબાદના સાહિબાબાદ વિસ્તારમાં પણ ભારે વરસાદ અને કરા પડ્યા હતા, જેના કારણે રાહદારીઓને નજીકના સ્થળોએ આશરો લેવાની ફરજ પડી. ભારે કરા પડતાં પીવીસી શીટ્સ તૂટી ગઈ. કેટલીક કારને નુકસાન તેમજ બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં વરસાદનો કહેર: હોસ્પિટલની દીવાલ ધરાશાયી થતા 7નાં મોત, શહેરમાં પાણી ભરાયા

 

Back to top button