ટ્રેન્ડિંગફન કોર્નરયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરી

પ્રેશર કૂકર રિપેર કરવાની અનોખી રીત, જુઓ વીડિયો…

અમદાવાદ, 26 ડિસેમ્બર : પ્રેશર કૂકર રિપેર કરવાની આ રીત જોઈને તમે ડરી જશો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ, લોકોએ કહ્યું- તે રિપેરિંગ કરી રહ્યો છે કે ઓવરરિએક્ટ…,વીડિયો વિશેની રસપ્રદ બાબત એ છે કે માણસની સમારકામની પદ્ધતિ વિશે ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ અત્યાર સુધી જોયેલા કારીગરો માંથી આ  ‘શ્રેષ્ઠ કારીગર’ છે.

મિક્સર, પ્રેશર કૂકર અને ફ્રાઈંગ પેન રિપેર કરી રહેલા એક વ્યક્તિના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તમે વિચારતા હશો કે આ વીડિયોમાં શું છે? વીડિયો વિશેની રસપ્રદ વાત એ માણસની સમારકામની પદ્ધતિ છે. ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓએ અત્યાર સુધી જોયેલો આ ‘શ્રેષ્ઠ કારીગર’ છે, તેમજ કેટલાક લોકોએ મજાક કરી કે તે એક જ વારમાં 10 દિવસનું કામ પૂરું કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by chotutufan (@chotutufan)

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “કુકર મિક્સર ફ્રાયપેનને થોડી જ સેકન્ડમાં રિપેર કરી રહ્યા છીએ.” વીડિયોની શરૂઆતમાં, એક વ્યક્તિ લાકડાના નળાકાર સળિયા વડે ફ્રાઈંગ પેનને ઠીક કરતો જોવા મળે છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે, તેમ તેમ તે મિક્સર, પછી પ્રેશર કૂકર, દરેકને અનોખી રીતે ઠીક કરે છે. ત્યારબાદ, તે ગ્રાહકોને તેમના વસ્તુઓ સાથે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે પૂછ્યા વિના જ તે વસ્તુઓનું રિપેરિંગ કરતો જોવા મળે છે. સમગ્ર વીડિયોમાં જોવા મળે છે કે આ વ્યક્તિ કઈ રીતે વસ્તુઓનું સમારકામ કરે છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો 17 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી, તેણે 20 લાખથી વધુ લાઇક્સ અને લોકો તરફથી ઘણી કોમેન્ટો પણ મેળવી છે. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું, “શું દુકાનનું નામ ishowspeed છે?” બીજાએ કહ્યું, “કોઈ ગીત વગાડી રહ્યું છે, એવું લાગે છે કે તે ડાન્સ કરીરહ્યો છે.” ત્રીજાએ લખ્યું, “એક જ દિવસમાં 10 બિસનેસ ડે,” જ્યારે ચોથાએ કહ્યું, “યાર ઝડપથી કામ કરી રહ્યો છે.” “હું જાણું છું કે તે સૌથી ઝડપી ફિક્સર છે,” પાંચમાએ લખ્યું.

આ પણ વાંચો :  કેવા પુરુષોને સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી કરતી, તેઓ તેમનાથી દૂર ભાગે છે, શું કહે છે અભ્યાસ?

Back to top button