ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

સુરતમાં ઇન્સ્ટાગ્રામ પ્રેમની અનોખી કહાની: 21 વર્ષીય યુવતી અને 17 વર્ષીય નાબાલિગ રેલવે સ્ટેશન પર પકડાયા

સુરત, 11 માર્ચ 2026 : પ્રેમ અંધ હોય છે તેવી કહેવત સાચી પુરવાર થઈ છે. મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી મોના (નામ બદલેલું) અને રાજકોટના વીરપુરના 17 વર્ષીય નાબાલિગ રાજ (નામ બદલેલું) ઇન્સ્ટાગ્રામ પર મળ્યા અને પ્રેમમાં પડી ગયા. બંનેએ એક-બીજા સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. હદ ત્યારે પાર પડી જ્યારે યુવતી નાબાલિગ પ્રેમીને મળવા સુરત સુધી પહોંચી ગઈ. આ બંને પ્રેમીઓને સુરત રેલ્વે પોલીસની ટીમે પકડી પાડ્યા છે.

ઇન્સ્ટાગ્રામથી શરૂ થયો પ્રેમ

પોલીસના જણાવ્યા અનુસાર, બંનેની મુલાકાત લગભગ દોઢ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. ધીરે-ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ એક-બીજા સાથે જીવવા-મરવાની કસમ ખાધી. જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેના લગ્ન ક્યાંક બીજે નક્કી કરી દીધા. આથી 6 માર્ચ 2026ના રોજ પ્રેમી સાથે લગ્ન કરવાના ઇરાદાથી યુવતી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી અને મુંબઈ પહોંચી ગઈ. ત્યારબાદ તે સુરત આવી, જ્યાં રેલવે પોલીસે તેને પકડી લીધી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

નાબાલિગના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી

નાબાલીગ રાજ ઘરે ન મળતા તેના પરિવારે પોલીસને જાણ કરી અને અપહરણની ફરિયાદ નોંધાવી. તપાસમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશની યુવતીએ નાબાલિગને અપહરણ કર્યો હતો અને બંને સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હતા. સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ પ્લેટફોર્મ નંબર-1 પર ગસ્ત કરી રહી હતી. ત્યારે તેમને શંકા થઈ કે એક યુવતી અને નાબાલિગ ચિંતામાં બેઠા છે. પૂછપરછ કરતા સાચી વાત સામે આવી.

પોલીસની સતર્કતા: નાબાલિગને પરિવાર સાથે મેળવ્યો

સુરત રેલ્વે પોલીસે તરત જ રાજકોટ પોલીસ સાથે સંપર્ક કર્યો અને માહિતી મેળવી. 9 માર્ચની રાત્રે રાજકોટ પોલીસની ટીમ સુરત પહોંચી. સુરત રેલ્વે પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને નાબાળિગ અને યુવતીને રાજકોટ પોલીસને સોંપી દીધા. સુરત રેલ્વે પોલીસની સતર્કતાને કારણે એક નાબાલીગને તેના પરિવાર સાથે મેળવવામાં મોટી સફળતા મળી છે.

પોલીસે બંનેની વિગતવાર પૂછપરછ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટ યુદ્ધમાં કિમ જોંગ ઉનની એન્ટ્રી? રશિયા અને ચીન પછી હવે ઉત્તર કોરિયાએ ઈરાનને આપ્યો ટેકો

Back to top button