ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં : પોલીસ, IB, NIAને આપ્યા આ આદેશ

નવી દિલ્હી, 10 નવેમ્બર : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વ્યસ્ત વિસ્તારમાં લાલ કિલ્લા પાસે આજે સોમવારે સાંજે લગભગ 6:55 વાગ્યા આસપાસ થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ હાલમાં સઘન તપાસ કરી રહી છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્ફોટ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી શાહે વડાપ્રધાનને કેસના તમામ પાસાઓ વિશે માહિતી આપી હતી અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, ગૃહમંત્રી શાહે આ બાબતે IB ચીફ સાથે વાત કરી છે અને NIAના મહાનિર્દેશકને અનેક સૂચનાઓ આપી છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સાથે પણ ઘટના વિશે માહિતી એકત્રિત કરવા માટે જ નહીં પરંતુ આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી છે.

Back to top button