ઉમરેઠ પેટા ચૂંટણી 2026: મતદાન દિવસે શ્રમયોગીઓને સવેતન રજાની જોગવાઈ

Umreth By Election 2026: આણંદ જિલ્લાના 111-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી તા. 23 એપ્રિલ 2026 (ગુરુવાર)ના રોજ યોજાવાની છે. મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
સવેતન રજાની જોગવાઈ
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 135(બી) અન્વયે નીચે મુજબના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન (પગાર સાથેની) રજા આપવાની રહેશે.
- ફેક્ટરી એક્ટ-1948 હેઠળ નોંધાયેલા કારખાનાઓમાં કામ કરતા તમામ શ્રમયોગીઓ.
- ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 અન્વયે નોંધાયેલી સંસ્થાઓ અને સાઇટ્સ પર કામ કરતા શ્રમયોગીઓ
પગાર સંબંધિત મહત્વની સૂચના
- રજાના કારણે શ્રમયોગીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરવામાં આવશે નહીં.
- જો કોઈ શ્રમયોગી રજા વિના પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો પણ તેને રજાના દિવસનો પૂર્ણ પગાર ચૂકવવો પડશે.
વિશેષ કિસ્સાઓમાં રજા
કેટલાક વિશેષ કિસ્સાઓમાં પણ શ્રમયોગીઓને મતદાન માટે સુવિધા આપવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે:
- જે કામમાં ગેરહાજરીથી જોખમ ઉભું થવાની સંભાવના હોય
- જે વ્યવસાયમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હોય
- સતત પ્રક્રિયા (continuous process) ધરાવતા કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ
આવા કિસ્સાઓમાં કર્મચારીઓને તેમની ફરજના સમયમાંથી 3 થી 4 કલાકની સવેતન રજા આપવાની રહેશે જેથી તેઓ મતદાન કરી શકે.
ઉલ્લંઘન પર કાર્યવાહી
જો કોઈ કારખાનેદાર અથવા નોકરી આપનાર ઉપરોક્ત જોગવાઈઓનું પાલન ન કરે અને શ્રમયોગીઓને સવેતન રજા ન આપે તો તેની સામે કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ જોગવાઈઓનો હેતુ એ છે કે કોઈ પણ શ્રમયોગીને તેના મતાધિકારનો ઉપયોગ કરવામાં અવરોધ ન આવે અને તે પોતાના મતદાનના અધિકારને સરળતાથી ભોગવી શકે.
આ પણ વાંચો: શું ભારત સ્વતંત્ર છે કે ટ્રમ્પના હાથની કઠપૂતળી? એપસ્ટીન ફાઇલ્સમાં છુપાયેલી છે PM મોદીની સચ્ચાઈ












