અંગત અદાવદતમાં પાર્લરમાં મહિલા પર તિક્ષ્ણ હથિયાર ના ઘા મારી બે યુવકો પલાયન

અમદાવાદ, 3 ડિસેમ્બર 2025: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં અલ હબીબ રેસીડેન્સી પાસેના એક બ્યુટી પાર્લરમાં હાજર મહિલા પર બે અજાણ્યા યુવકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. પોલીસ તપાસમાં આ હુમલો અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેમની હાલત ચિંતાજનક છે. દાણીલીમડા પોલીસ તપાસ હાથ ધરી છે.
આજે સવારે પાર્લરમાં ગ્રાહકોની હાજરીમાં બે યુવકો હથિયાર લઈને આવ્યા અને મહિલા સાથે વાક્ય-વિવાદ કર્યા પછી તીક્ષ્ણ હથિયારથી તેમના પર ગંભીર હુમલો કર્યો. મહિલાના હાથ, પીઠ અને પેટ પર ગંભીર ઘા થયા છે, જેમાંથી ખૂબ બ્લીડિંગ થયુ હતુ. હુમલા પછી બંને આરોપીઓ ઘટનાસ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પાર્લરના સીસીટીવીમાં તેમના પલાયનના કેટલાક ફ્રેમ્સ કેપ્ચર થયા છે, જેના આધારે તેમને ઓળખવાનો પ્રયાસ ચાલુ છે.
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને તેમજ મહિલાના નિવેદનના આધારે ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: માતા બની હેવાન, ત્યારે શ્વાન બન્યા ભગવાન, લોહીથી લથપથ નવજાત શિશુનો જીવ બચાવ્યો, આખી રાત કરી ચોકી












