ટ્રેન્ડિંગમનોરંજન

‘ટીવીની સીતા’ને ગમ્યું રણબીરની ‘રામાયણ’નું ટીઝર, પહેલાં કર્યો હતો વિરોધ!

Sita’ liked the teaser of Ranbir’s ‘Ramayana’: ટીવીની સીતા દીપિકા ચિખલિયાને રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’નો ટીઝર ખૂબ ગમ્યો છે.2 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થયેલા આ ટીઝરમાં રણબીર કપૂરના ભગવાન રામના રૂપની પ્રથમ ઝલક જોવા મળી છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, વીએફએક્સ અને રણબીરના મોહક રામ સ્વરૂપે સોશિયલ મીડિયાને ગરમાવી દીધું છે.

રામાનંદ સાગરના આઈકોનિક ટીવી શો ‘રામાયણ’માં માતા સીતાનું પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ ટીઝર જોઈને પોતાના પ્રતિસાદમાં કહ્યું કે, “મેં ટીઝર જોયો અને તે ખૂબ જ ભવ્ય લાગે છે. ખૂબ જ સમૃદ્ધ અને સુંદર દેખાય છે. તેઓએ ખૂબ સારી રીતે બનાવ્યું છે. હવે હું આખી ફિલ્મ મોટા પડદે જોવાની રાહ જોઈ રહી છું.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પહેલાં જૂન 2024માં દીપિકા ચિખલિયાએ રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “રામાયણને વારંવાર બનાવવાથી હું નિરાશ થાઉં છું. લોકો તેને બગાડી રહ્યા છે. મને લાગતું નથી કે રામાયણને વારંવાર બનાવવી જોઈએ.”

પરંતુ હવે ટીઝર જોયા બાદ તેમનો અભિપ્રાય બદલાઈ ગયો છે. તેઓ ફિલ્મને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીવી શો ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ રાજા દશરથનું પાત્ર નિભાવી રહ્યા છે.

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ, રવિ દુબે અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષે દિવાળીએ અને બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં રિલીઝ થશે.

આ પણ વાંચો : Horoscope 2nd April: આ રાશિના લોકોને જીવનસાથી તરફથી સહયોગ મળશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Back to top button