આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર ભારતથી વધુ ટેરિફ

વોશિંગ્ટન, 5 એપ્રિલ, 2025: અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદથી સતત સમાચારોમાં ચમકતા રહ્યા છે. 2 એપ્રિલ, 2025ના રોજ વિશ્વના તમામ દેશો પર અમેરિકન ઉત્પાદનોની આયાત પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફના જવાબમાં ટેરિફ લગાવવામાં આવી છે. જેમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર ભારતથી વધુ ટેરિફ લગાવવામાં આવી છે. નોંધનીય છે કે પારસ્પરિક ટેરિફને વેપાર નીતિ તરીકે ગણી શકાય જેમાં એક દેશ બીજા દેશના વેપાર પ્રતિબંધોનો સામનો કરવા માટે ટેરિફમાં વધારો કરે છે.
ભારત પર લાદવામાં આવેલ ડિસ્કાઉન્ટેડ ટેરિફ
ટ્રમ્પે ભારત સહિત 60થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા છે. તેની પાછળ અયોગ્ય વેપાર નીતિને કારણ દર્શાવવામાં આવ્યું છે. ભારતીય નિકાસને પણ 9 એપ્રિલથી ટ્રમ્પની 27 ટકા વળતી ડ્યુટીનો સામનો કરવો પડશે. ટ્રમ્પનું કહેવું છે કે ભારત પર ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ લાદવામાં આવી છે.
વ્હાઇટ હાઉસ અનુસાર, ભારત અમેરિકા પર 52 ટકા ટેરિફ લાદે છે. જો કે, વિદેશી બનાવટની કાર અને ઓટો પાર્ટ્સને ટ્રમ્પના પારસ્પરિક ટેરિફના અવકાશની બહાર રાખવામાં આવ્યા છે, જે પહેલાથી જ 25 ટકા ટેરિફ ધરાવે છે. આ સિવાય કોપર, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, મિનરલ્સ અને ઘણી એનર્જી પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ છે.
જો કે, નિષ્ણાતો માને છે કે આ ભારતના હિતમાં છે કારણ કે ભારત પરના ટેરિફ એશિયાના અન્ય દેશો કરતા ઓછા છે. તેની સૌથી વધુ અસર લાઓસ, મેડાગાસ્કર, કંબોડિયા લેસોથો જેવા દેશો પર પડી છે. ચાલો એવા દેશો પર એક નજર કરીએ કે જેઓ યુએસ પારસ્પરિક ટેરિફ દ્વારા સૌથી વધુ અને ઓછા પ્રભાવિત થયા છે –
આ દેશોમાં સૌથી વધુ ટેરિફ છે
વિયેતનામ – 46 ટકા
મેડાગાસ્કર – 47 ટકા
લાઓસ – 48 ટકા
કંબોડિયા – 49 ટકા
લેસોથો – 50 ટકા
ટેરિફની દ્રષ્ટિએ સૌથી ઓછા પ્રભાવિત દેશો
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો – 11 ટકા
કેમેરૂન – 12 ટકા
ચાડ – 13 ટકા
ઇક્વેટોરીયલ ગિની – 13 ટકા
નાઇજીરીયા – 14 ટકા
વેનેઝુએલા – 15 ટકા
ભારત કરતાં પાકિસ્તાન પર વધુ ટેરિફ
અમેરિકાએ ભારતના બે પડોશી દેશો પર ભારત કરતાં વધુ ટેરિફ લાદી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર 34 ટકા અને પાકિસ્તાન પર 30 ટકા ટેરિફ લાદી છે. બાંગ્લાદેશ પર 37 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ભૂકંપના કારણે ભયાનક દુર્ઘટનાથી પીડિત મ્યાનમાર પર ટ્રમ્પે 4 ટકા વળતી ડ્યુટી લગાવી છે.
આ પણ વાંચોઃ જેપી મોર્ગને વૈશ્વિક મંદીનું જોખમ વધારીને 60 ટકા કર્યુ












