ટોપ ન્યૂઝનેશનલ

ગડકરીની મોટી જાહેરાત : હવે દિલ્હીથી માત્ર 90 મિનિટમાં પહોંચી શકાશે હરિદ્વાર

National News : હવે, દિલ્હીથી હરિદ્વારની મુસાફરીમાં ફક્ત 90 મિનિટ લાગશે. આ યાત્રા NHAI દ્વારા બનાવવામાં આવેલા નવા એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે દ્વારા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ એક્સપ્રેસવે આવતા મહિને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ એક્સપ્રેસવેથી દિલ્હીથી હરિદ્વાર ફક્ત 90 મિનિટમાં મુસાફરી શક્ય બનશે.

હાલ આ મુસાફરીમાં ચાર થી પાંચ કલાક લાગે છે

હાલમાં, આ મુસાફરીમાં ચાર થી પાંચ કલાક લાગે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના ભારતના ભવિષ્યના હાઇવે: સ્માર્ટ, સેફ અને સસ્ટેનેબલ પરના રાષ્ટ્રીય પરિષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક નવો રોડ પ્રોજેક્ટ છે અને પવિત્ર શહેર હરિદ્વાર અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વચ્ચે સીધો જોડાણ પ્રદાન કરશે.

ગંગામાં સવારે સ્નાન કરી લોકો જઈ શકશે કામ પર

આ એક્સપ્રેસવેના નિર્માણથી માત્ર પર્યટનને વેગ મળશે નહીં, પરંતુ દિલ્હીમાં રહેતા લોકો સવારે ઉઠીને હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરી શકશે અને પછી સમયસર તેમના કામ પર પાછા ફરશે. આનો અર્થ એ થયો કે, દિલ્હીવાસીઓને હવે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા માટે આગળનું આયોજન કરવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય મંત્રી ગડકરીના મતે, દિલ્હીથી મેરઠની મુસાફરીમાં પહેલા ત્રણથી ચાર કલાક લાગતા હતા, પરંતુ મેરઠ એક્સપ્રેસવેના નિર્માણ સાથે, હવે આ મુસાફરી ફક્ત 40 થી 50 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ છે.

દેહરાદૂનનો પ્રવાસ સરળ બન્યો

આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રીએ દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવેનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, તાજેતરમાં સુધી, દિલ્હીથી દહેરાદુન સુધીની મુસાફરી ખૂબ જ મુશ્કેલ હતી. આ મુસાફરીમાં પહેલા સાતથી આઠ કલાક લાગતા હતા, પરંતુ નવા એક્સપ્રેસવેના ઉદઘાટન સાથે, હવે આ યાત્રા ફક્ત બે કલાકમાં પૂર્ણ થઈ ગઈ છે. તેવી જ રીતે, દિલ્હી-હરિદ્વાર એક્સપ્રેસવે દિલ્હીથી હરિદ્વારની મુસાફરી ફક્ત દોઢ કલાકમાં પૂર્ણ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચારધામ રોડ પ્રોજેક્ટ પર મુખ્ય અપડેટ

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચારધામ રોડ પ્રોજેક્ટ પર મુખ્ય અપડેટ આપ્યું. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટ પર 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પછી, આ રસ્તો શક્ય તેટલી વહેલી તકે ભારત અને વિદેશના યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસનને વેગ આપશે નહીં પરંતુ સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની નવી તકો પણ ઉભી કરશે.

દેહરાદૂન એક્સપ્રેસવે કનેક્ટિવિટી પ્રદાન કરશે

NHAI અનુસાર, દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે, જે દિલ્હીના અક્ષરધામ મંદિરથી નીકળે છે, તે દહેરાદુનને બાગપત, બરૌત, મુઝફ્ફરનગર, શામલી અને સહારનપુર થઈને જોડે છે. આ એક્સપ્રેસવેના નિર્માણમાં આશરે રૂ.12,000 કરોડનો ખર્ચ થયો છે. આ એક્સપ્રેસવેથી સહારનપુરમાં હરિદ્વાર સુધીનો કનેક્ટિંગ એક્સપ્રેસવે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ટ્રેનના ટોઈલેટમાં પાણી નહતું, મુસાફરે ફરિયાદ કરતા કોર્ટે ફટકાર્યો ભારે દંડ

Back to top button