ટોપ ન્યૂઝનેશનલમનોરંજન

ઠગ સુકેશ ચંદ્રશેખર જેલમાં રડવા લાગ્યો, સેલમાંથી 1.5 લાખની કિંમતના શૂઝ મળ્યા

દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની સેલના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સુકેશ રડતો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલ પ્રશાસનની ટીમે સુકેશની સેલમાં તપાસ અભિયાન પણ ચલાવ્યું હતું. ડિઝાઈનર પેન્ટની સાથે ગૂચી શૂઝ અને અન્ય વસ્તુઓ પણ રિકવર કરવામાં આવી છે. સમાચાર એજન્સી ANI દ્વારા સુકેશ ચંદ્રશેખરના સેલનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં ઠગ સુકેશ ચંદ્રશેખર જેલર દીપક શર્મા અને જયસિંહની સામે રડતો જોવા મળે છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલ સેલમાંથી લક્ઝરી વસ્તુઓ મળી આવી છે. મંડોલી જેલના CCTV ફૂટેજમાં સુકેશ સેલમાં જોઈ શકાય છે. પલંગ જમીન પર છે. તેમજ અંદરના કબાટમાં કેટલાક કપડાં અને અન્ય વસ્તુઓ દેખાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેલના અધિકારીઓએ સુકેશની સેલની તપાસ કરી છે. આ દરમિયાન બે જોડી પેન્ટ, ગૂચી શૂઝ મળી આવ્યા છે. રિકવર કરાયેલા પેન્ટની કિંમત 80,000 રૂપિયા અને શૂઝની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Back to top button