આ તો મહાઠગોની કૉલેજનો પ્રિન્સિપાલ નીકળ્યો! જે દેશોનું અસ્તિત્વ જ નથી એના નામે દૂતાવાસ ખોલ્યા?

ગાઝિયાબાદ, 23 જુલાઈ, 2025ઃ Embassies opened in the name of countries that don’t even exist ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં માની ન શકાય એવો એક કેસ બન્યો છે જ્યાં એક વ્યક્તિએ એવા દેશોના નામે દૂતાવાસ ખોલ્યા હતા જે દેશોનું દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી. આ દૂતાવાસની ઓફિસ ગાઝિયાબાદના કવિનગરમાં KB-35 ખાતે ભાડાના મકાનમાં ચાલી રહી હતી. ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની નોઈડા યુનિટે 22 જુલાઈ 2025ના રોજ આ ખોટા દૂતાવાસ પર દરોડો પાડીને આરોપી હર્ષવર્ધન જૈન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
ઉત્તરપ્રદેશની STFની તપાસમાં ખુલાસો થયો છે કે હર્ષવર્ધન જૈન પોતાને ‘માઈક્રોનેશન’ અર્થાત ખોટા દેશોનો રાજદૂત ગણાવતો હતો. તેણે વેસ્ટ આર્કટિકા, સબોર્ગા, પોલ્વિયા અને લોડોનિયા નામના દેશોના નામે દૂતાવાસ ખોલ્યું હતું. અને આઘાતજનક બાબત એ છે કે આ દેશોનો ઈન્ટરનેટ પર કે દુનિયાના નકશામાં ક્યાંય ઉલ્લેખ જ નથી. હર્ષવર્ધને આ નામોનો ઉપયોગ કરીને ગાઝિયાબાદના ભાડાના મકાનમાં દૂતાવાસ જેવું સંપૂર્ણ સેટઅપ તૈયાર કર્યું હતું.
દવાખાનામાં રિસેપ્શનિસ્ટ સાથે રાક્ષસ જેવું જંગલી વર્તન કરીને મારપીટ કરીઃ જુઓ વીડિયો
ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે હર્ષવર્ધન પોતાનો પ્રભાવ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પોતાની મોર્ફ્ડ (બનાવટી) તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ તસવીરોનો ઉપયોગ તે લોકોને ગેરમાર્ગે દોરવા અને પોતાની ઓળખને વધુ વિશ્વસનીય બનાવવા માટે કરતો હતો.
ઉત્તરપ્રદેશની વિશેષ ટીમની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે હર્ષવર્ધને આ ખોટા દેશોના નામે ફર્જી દસ્તાવેજો પણ તૈયાર કર્યા હતા અને એક વેબસાઈટ પણ બનાવી હતી, જેના દ્વારા તે આ દેશોની ઓળખને વધુ વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરતો હતો. આ વેબસાઈટ પર તેણે આ દેશોના ઝંડા, રાષ્ટ્રીય ગીતો અને અન્ય વિગતો પણ ઉમેરી હતી, જેથી લોકોને લાગે કે આ દેશો ખરેખર અસ્તિત્વમાં છે.
પોલીસે હર્ષવર્ધન જૈનની ધરપકડ કરીને અને તેની પાસેથી નકલી દસ્તાવેજો, મોર્ફ્ડ તસવીરો અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે. પોલીસે તેની સામે છેતરપિંડી અને ફોર્જરીનો કેસ નોંધ્યો છે. હાલમાં તેની પૂછપરછ ચાલુ છે, જેથી આ ગુનામાં અન્ય લોકોની સંડોવણી અને તેના ઉદ્દેશ્યો વિશે વધુ માહિતી મેળવી શકાય.
ઉત્તરપ્રદેશની પોલીસ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી એ જાણી શકાય કે હર્ષવર્ધન આ ખોટા દૂતાવાસ દ્વારા કયા પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાનો હતો. તેના નેટવર્ક અને અન્ય સંભવિત સાગરીતો વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ છ વિકેટ લઈને ઈંગ્લિશ ટીમને પેવેલિયન ભેગી કરીઃ જુઓ ક્રાંતિ ગૌડની ધારદાર બોલિંગનો વીડિયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD











