ટ્રાવેલટ્રેન્ડિંગ

પુણેની આસપાસની આ પાંચ જગ્યાઓ છે વરસાદમાં ફરવા માટે બેસ્ટ

  • જો તમે પૂણે ફરવા જઈ રહ્યા હો છો, તો પૂણેની નજીકના કેટલાક સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. હોલિડે પ્લાનિંગ માટે અહીં ઘણા દિલને ગમે તેવાં સ્થળો છે

પુણે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય શહેર છે. આ શહેરની વિશેષતા એ છે કે તેની આસપાસ ઘણી અદ્ભુત જગ્યાઓ છે જ્યાં તમે થોડો આરામનો સમય વિતાવી શકો છો. હોલિડે પ્લાનિંગ માટે અહીં ઘણા દિલને ગમે તેવાં સ્થળો છે. જો તમે પૂણે ફરવા જઈ રહ્યા હો છો, તો પૂણેની નજીકના કેટલાક સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

વરસાદની સીઝનમાં પૂણે અને તેની આસપાસના વિસ્તારોનો નજારો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. જાણો પુણેની આસપાસમાં આવેલા કેટલાક લોકપ્રિય પર્યટન સ્થળો વિશે.

પુણેની આસપાસના 5 લોકપ્રિય સ્થળો

પુણેની આસપાસની આ પાંચ જગ્યાઓ છે વરસાદમાં ફરવા માટે બેસ્ટ hum dekhenge news

સિંહગઢ

પુણે લગભગ 35-40 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંના કિલ્લાનું ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ છે. આ કિલ્લો એક ટેકરીની ટોચ પર છે. દેવ ટાકી નામના જળાશયને જોવા માટે પણ પ્રવાસીઓ અહીં આવે છે. ટ્રેકિંગના શોખીન માટે પણ આ સુંદર જગ્યા છે.

પાશનેત

પુણેની આસપાસના મોટાભાગના પ્રવાસન સ્થળો હિલ સ્ટેશન છે. પાશનેત પણ એક હિલ સ્ટેશન છે અને તમે અહીં વોટર સ્પોર્ટ્સની મજા પણ માણી શકો છો. પરિવાર સાથે આ હિલ સ્ટેશન પર સમય વિતાવવો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. અહીં તમને એડવેન્ચર એક્ટિવિટીનો મોકો પણ મળે છે.

લોહાગઢ

સિંહગઢ કિલ્લાની જેમ લોહાગઢ કિલ્લાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની પણ હતો. અહીં સમય પસાર કરવો લહાવો જ ગણાય. અહીં ભાજા અને કાર્લા ગુફાઓ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

પુણેની આસપાસની આ પાંચ જગ્યાઓ છે વરસાદમાં ફરવા માટે બેસ્ટ hum dekhenge news

તોરના

જો તમે સોલો ટ્રાવેલર છો અને ટ્રેકિંગ પસંદ કરો છો તો તમે તોરનાની મુલાકાત પણ લઈ શકો છો. પુણેથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલું તોરણ પ્રચંડગઢ તરીકે પણ ઓળખાય છે. તે જિલ્લાનો સૌથી ઉંચો કિલ્લો છે અને લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં પહોંચવા માટે ઝુઝર માચી અને બુધલા માચીનું ટ્રેકિંગ પણ કરવું પડે છે.

લોનાવાલા

લોનાવાલા ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. પૂણેથી તેનું અંતર લગભગ 66 કિલોમીટર છે. પૂણેથી 2 કલાકની ડ્રાઈવ પછી લોનાવાલા પહોંચી શકાય છે. તે આ વિસ્તારની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. તમને અહીંનો વીકએન્ડ લાંબા સમય સુધી યાદ રહેશે.

આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં ઉદયપુર ફરવાની છે અલગ મજા, પાંચ જગ્યાઓ મિસ ન કરતા

Back to top button