મનોરંજન

સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ, કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની જોડીએ ચાહકોનું દિલ જીત્યું.

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં કાર્તિક અને કિયારાની જોડી એક અલગ સ્ટોરી સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં કાર્તિક અને કિયારાની જોડી દિલને હચમચાવી દે તેવી છે. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક એવા રોલમાં જોવા મળે છે જે લગ્ન માટે છોકરી શોધી શકતો નથી. તેઓ કિયારાને શોધે છે. જોકે, ટ્રેલરમાં કિયારા કોઈ બીજા સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ ફુલ એન્ટરટેઈનમેન્ટ છે.

આ પણ વાંચો : લોકપ્રિય કપલની એક જલક, ચાહકોએ કહ્યું- ‘કિસી કી નજર ના લગે’

આ ફિલ્મમાં બંનેની જોડી બીજી વખત મોટા પડદા પર જોવા મળશે. અગાઉ ‘ભૂલ-ભૂલૈયા 2’માં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ટ્રેલરની શરૂઆતમાં, સિંગલ કાર્તિક આર્યન કિયારા અડવાણી સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે, જ્યારે પછીના સીનમાં, તે એક છોકરા તરીકે જોવા મળે છે જે ઘરના તમામ કામ કરે છે, પરંતુ લગ્ન માટે છોકરી શોધી શકતો નથી. જ્યારે ત્રીજા સીનમાં ફિલ્મ કોમેડીથી ભરપૂર છે,

તો ટ્રેલરના ચોથા ભાગમાં એક્શન જોવા મળે છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ફિલ્મ જોઈને લાગે છે કે તે ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

આ પણ વાંચો : મહાભારતના શકુની મામાનું નિધન, છેલ્લા 10 દિવસથી તે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા

Back to top button