ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટ હવે વોટ્સએપ પર વકીલોને આવા કેસની આપશે માહિતી, જાણો

Text To Speech
  • સુપ્રીમ કોર્ટ વોટ્સએપ સંદેશાઓ દ્વારા વકીલોને કેસ ફાઇલ કરવા અને સૂચિબદ્ધ કરવા સંબંધિત કારણદર્શક યાદી અને માહિતી શેર કરવાનું શરૂ કરશે

નવી દિલ્હી, 24 એપ્રિલ: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે આજે ગુરુવારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ વોટ્સએપ સંદેશાઓ દ્વારા વકીલોને કેસ ફાઇલ કરવા અને સૂચિબદ્ધ કરવા સંબંધિત કારણ યાદી અને માહિતી શેર કરવાનું શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બેંચે અરજીઓમાંથી ઉદ્ભવતા જટિલ કાયદાકીય પ્રશ્નની સુનાવણી શરૂ કરી તે પહેલાં CJI DY ચંદ્રચુડે આ જાહેરાત કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, “આ એક ક્રાંતિકારી પગલું છે.” મુખ્ય ન્યાયાધીશ (CJI ચંદ્રચુડ)એ પણ સર્વોચ્ચ અદાલતનો સત્તાવાર વોટ્સએપ નંબર શેર કર્યો અને કહ્યું કે, તેના પર કોઈ સંદેશાઓ અને કૉલ પ્રાપ્ત થશે નહીં.

અરજીઓમાંથી ઉદ્ભવતા પ્રશ્ન એ હતો કે, શું ખાનગી મિલકતોને બંધારણની કલમ 39(B) હેઠળ ‘સમુદાયના ભૌતિક સંસાધનો’ ગણી શકાય, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો (DPSP)નો એક ભાગ છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ” સુપ્રીમ કોર્ટે તેના 75મા વર્ષમાં એક પહેલ કરી છે જેનો હેતુ કોર્ટની IT સેવાઓ સાથે WhatsApp સંદેશાઓને એકીકૃત કરીને ન્યાયની પહોંચને વધુ મજબૂત કરવાનો છે.”

સુપ્રીમ કોર્ટની તકનીકી પહેલ

CJIએ કહ્યું કે, હવે વકીલોને કેસ દાખલ કરવા અંગે સ્વચાલિત સંદેશા પ્રાપ્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડે એમ પણ કહ્યું કે, કારણ સૂચિ(યાદી) જાહેર થયા બાદ બારના સભ્યોને તેમના મોબાઈલ ફોન પર યાદી પ્રાપ્ત થશે. કારણ સૂચિ(કોઝ લિસ્ટ)નો અર્થ થાય છે કોર્ટ દ્વારા નિશ્ચિત તારીખે કેસની સુનાવણી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, “આ અમારી કામ કરવાની આદતોમાં નોંધપાત્ર ફેરફાર લાવશે અને કાગળ બચાવવામાં વધુ મદદરૂપ રહેશે.  મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નેતૃત્વમાં, સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રની કામગીરીને ડિજિટલ બનાવવા માટે પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે,કેન્દ્ર સરકારે ઈ-કોર્ટ પ્રોજેક્ટ માટે 7,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ પણ જુઓ: PM મોદી-રાહુલ ગાંધીના ભાષણ પર ચૂંટણી પંચની નોટિસ, 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો

Back to top button