ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું લોક કલ્યાણ માટે કોઈની મિલકત પર કબજો કરવો યોગ્ય? SCએ આપ્યો જવાબ

  • તે કહેવું ખતરનાક છે કે,લોક કલ્યાણ માટે કોઈની મિલકત પર કબજો કરી શકાય: CJI

નવી દિલ્હી, 25 એપ્રિલ: શું જન કલ્યાણ માટે કોઇની ખાનગી મિલકત હસ્તગત કરી શકાય કે નહીં? આ અંગે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, બંધારણનો હેતુ ‘સામાજિક પરિવર્તનની ભાવના’ લાવવાનો છે અને તે કહેવું ‘ખતરનાક’ હશે કે વ્યક્તિની ખાનગી મિલકતને ‘સમુદાયનું ભૌતિક સંસાધન’ ગણી શકાય નહીં અને જાહેર ભલાઈ માટે તે રાજ્યના સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરી શકાશે નહીં.

 

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આ મામલે કરી રહી છે તપાસ 

ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ સભ્યોની બંધારણીય બેંચે આ ટિપ્પણી કરી હતી. બેંચે તપાસ કરી રહી છે કે,શું ખાનગી માલિકીના સંસાધનોને ‘સમુદાયના ભૌતિક સંસાધનો’ ગણી શકાય. અગાઉ, મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (POA) સહિત વિવિધ પક્ષકારોના વકીલે ભારપૂર્વક દલીલ કરી હતી કે બંધારણની કલમ 39(B) અને 31C હેઠળ બંધારણીય યોજનાઓની આડમાં રાજ્ય સત્તાવાળાઓ દ્વારા ખાનગી મિલકતો હસ્તગત કરી શકાતી નથી.

બંધારણની કલમ 39(b) હેઠળ ખાનગી મિલકતને ‘સમુદાયના મૂર્ત સ્ત્રોત’ તરીકે ગણી શકાય કે કેમ તે અંગેની વિવિધ અરજીઓમાંથી ઉદ્ભવતા જટિલ કાયદાકીય પ્રશ્ન પર બેંચ વિચારણા કરી રહી છે. બંધારણની કલમ 39(B)એ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો (DPSP)નો ભાગ છે. ખંડપીઠે કહ્યું કે, ‘તે કહેવું થોડું આત્યંતિક હોઈ શકે છે કે ‘સમુદાયના ભૌતિક સંસાધનો’નો અર્થ માત્ર જાહેર સંસાધનો છે અને તે કોઈપણ વ્યક્તિની ખાનગી મિલકતમાં ઉદ્ભવતા નથી. હું તમને કહીશ કે આવું વલણ રાખવું શા માટે જોખમી છે.

બંધારણીય બેંચમાં કોણ કોણ સામેલ છે?

ખંડપીઠે કહ્યું કે, ‘ખીણ અને ખાનગી જંગલો જેવી સાદી વસ્તુઓ લો. ઉદાહરણ તરીકે, અમારું કહેવું છે કે, કલમ 39(B) હેઠળની સરકારી નીતિ ખાનગી જંગલોને લાગુ પડશે નહીં… તેથી તેનાથી દૂર રહો. આ અત્યંત ખતરનાક હશે.’ બેંચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ બી.વી. નાગરથના, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ જે.બી.પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થાય છે.

 

1950ના દાયકાની સામાજિક અને અન્ય પ્રવર્તમાન પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા, બેંચે કહ્યુંકે, ‘બંધારણનો ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તન લાવવાનો હતો અને અમે એમ કહી શકતા નથી કે,આર્ટિકલ 39(B) ખાનગી મિલકત પર કોઈ રીતે લાગુ પડતી નથી.’ જર્જરિત ઈમારતોનો કબજો મેળવવા માટે સત્તાધિકારીઓને સશક્ત બનાવવું માન્ય છે કે નહીં તે સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને અલગથી વિચારણા કરવામાં આવશે. સુનાવણી પૂર્ણ થઈ નથી અને તે ગુરુવારે પણ ચાલુ રહેશે.

આ પણ જુઓ: પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા, સ્થાનિક લોકોનો હોબાળો

Back to top button